રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (20:55 IST)

શેર્લિન ચોપડા પર રાજ કુંદ્રાએ કર્યો 50 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ, શિલ્પા શેટ્ટીને ફોન કરી બોલી..

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા પર 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. પોર્ન કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શર્લિન ચોપરા તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહી હતી. તેણે રાજ કુન્દ્રા પર બળજબરીનો આરોપ લગાવ્યો હતો. આ બધા બાદ શર્લિનને શિલ્પા અને રાજના વકીલ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, ત્યારબાદ શર્લિનએ શિલ્પા અને રાજ કુન્દ્રા પર માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. હવે તેના જવાબમાં રાજ અને શિલ્પાએ તેની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
 
પોર્ન કેસની વચ્ચે શર્લિન ચોપરા અને રાજ કુન્દ્રા વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે.  એક મીડિયા રિપોર્ટ મુજબ, કુંદ્રા દંપતીએ શર્લિન સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમના સત્તાવાર નિવેદન મુજબ, શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પર લગાવેલા તમામ આરોપો ખોટા, પાયાવિહોણા અને બનાવટી છે. આ આક્ષેપોના કોઈ પુરાવા નથી અને શર્લિનએ પૈસા ઉઘરાવવા અને રાજ-શિલ્પાને બદનામ કરવા માટે આ બધું કર્યું છે.
 
શિલ્પા શેટ્ટીને કર્યો હતો ફોન 
 
શર્લિન વિરુદ્ધ કેસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનામાં શર્લિનએ શિલ્પા શેટ્ટીને કહ્યું હતું કે તેણે જે ફરિયાદ નોંધાવી તે ખોટી છે અને વકીલે કહ્યુ હતુ કે રાજ કુન્દ્રા વિરુદ્ધ ક્રિમિનલ કમ્પ્લેંટ લખાવી દો. સાથે જ કહ્યુ કે  એવું પણ લખ્યું છે કે શર્લિને શિલ્પાને ફોન કરીને કહ્યું કે તે ખુદ પર શરમ અનુભવી રહી છે અને કોઈપણ શરત વગર પોતાની ફરિયાદ પરત લેશે. રાજ અને શિલ્પાએ આરોપ લગાવ્યો છે કે શર્લિનએ 4 ઓક્ટોબરના રોજ તેના વકીલ મારફતે 48,00,000 રૂપિયાની માંગણી કરી હતી.