1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2022 (14:01 IST)

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને જિમમાં વર્કઆઉટના દરમિયાન આવ્યો હાર્ટ અટૈક

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને લઈને એક ચોંકાવનાર સમાચાર આવ્યા છે. અચાનક તબીયત ખરાબ થવાના કારણે રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીના સરકારી હોસ્પીટલ AIIMS માં ભરતી કરાવ્યો છે. સમાચાર છે કે તેમને હાર્ટ અટૈક આવ્યો છે. તેમના ભાઈ અને પીઆરએ તેમની પુષ્ટિ કરી છે. 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે તે બેભાન થઈ ગયો. રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 
તે જ સમયે, ચાહકો રાજુ શ્રીવાસ્તવના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ એક પ્રખ્યાત હાસ્ય કલાકાર તેમજ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ છે.