ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 18 ઑક્ટોબર 2021 (16:26 IST)

અંતરિક્ષમાં શૂટ થનારી પહેલી ફિલ્મ!

Photo : Twitter
હાલમાં જ ચેલેન્જ (challenge) નામની ફિલ્મનું શૂટિંગ સ્પેસમાં થયું છે. આ ફિલ્મના શુટીંગ માટે ક્રુએ 12 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે, અંતરિક્ષમાં શૂટ થનારી આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા ISS પર આધારિત છે. આ રોકેટ આંતરરાષ્ટ્રીય સમય અંતર્ગત રવિવારે બપોરે 1:15 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રથી રવાના થયું હતું. દેશને વિદેશમાં તો ફિલ્મનું શૂટિંગ થાય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે, કયારે પણ અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ થયું હોય. હાલમાં જ ચેલેન્જ (challenge) નામની ફિલ્મનું શૂટિંગ સ્પેસમાં થયું છે. જો આ વિશેની વાત કરવામાં આવે તો એક અવકાશયાત્રી અને બે રશિયન ફિલ્મ નિર્માતાઓને લઈ જતું સૌઍઝ અંતરિક્ષ કેપ્સ્યુલ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી રવાના થયા બાદ સાડા ત્રણ કલાક પછી ધરતી પર સુરક્ષિત લેન્ડ થયું હતું.