મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (17:25 IST)

મિર્જાપુરના જાણીતા અભિનેતા લલિતનુ મોત, મુન્ના ત્રિપાઠીએ દુ:ખ વ્યક્ત કર્યુ

મિર્જાપુર-2 જેવી સારી વેબસીરીઝમાં લલિતનુ પાત્ર ભજવનારા બ્રહ્મા મિશ્રા હવે આ દુનિયામાં રહ્યા નથી.  દિવ્યેદુ શર્માએ ઈસ્ટાગ્રામ પર લલિતની ફોટો શેયર કરીને દુખદ સમાચાર શેયર કર્યા છે. લલિતના રોલમાં સૌની દિલ જીતનારા બ્રહ્માનુ આટલી ઓછી વયમાં નિધન થવુ સૌને ખરાબ રહ્યા છે.  દિવ્યેંદુ શર્માની પોસ્ટ કરી કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હવે એ આ દુનિયામાં નથી. 
 
એક તસ્વીરને શેયર કરતા દિવ્યેન્દ્રીએ બધાને 32 વર્ષીય બ્રહ્મના આ દુનિયાને અલવિદા કહેવાના સમાચાર શેયર કર્યા. દિવ્યેદ્રુના ઈસ્ટાગ્રામ પોસ્ટ પર સેલેબ્સની સાથે સાથે ફેંસ પણ બ્રહ્માને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બ્રહ્માના નિધનનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. પણ બતાવાય રહ્યુ છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 
 
દિવ્યેન્દ્રુની પોસ્ટ 
 
અભિનેતા દિવ્યેંદ્રુએ ઈસ્ટાગ્રામ પર બ્રહ્મા સાથે એક તસ્વીર શેયર કરી છે. તસ્વીરમાં દિવ્યેદ્રુ અને બ્રહ્મા સ્માઈલ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ તસ્વીર સાથે દિવ્યેંદ્રુએ લખ્યુ 'RIP બ્રહ્મા મિશ્રા, આપણો લલિત હવે આ દુનિયામા રહ્યો નથી. બધા તેને માટે પ્રાર્થના કરો.  ઉલ્લેખનીય છે કે વેબસીરીઝ મિર્જાપુરમાં મુન્ના ત્રિપાઠીનુ પાત્ર ભજવનારા દિવ્યેદ્રુના ખાસ મિત્ર લલિતનુ પાત્ર બ્રહ્માએ ભજવ્યુ હતુ. સોશિયલ મીડિયા પર બ્રહ્માના અનેક મીમ્સ વાયરલ થયા હતા.