1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (11:39 IST)

Prithviraj- અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઇને વિવાદ, કરણી સેના અને ગુર્જરો મેદાનમાં

પૃથ્વી રાજ ચૌહાણ પર બની રહેલી યશરાજ ફિલ્મ્સની ફિલ્મના નામને લઈને વિવાદ થયો છે.

યશરાજ ફિલ્મ પ્રોડક્શનની આગામી ફિલ્મ પૃથ્વીરાજ સામે કરણી સેના સાથે ગુર્જરોએ વાંધો ઉઠાવ્યો છે. કરણી સેનાએ વાંધો ઉઠાવતા કહ્યું કે છેલ્લા ક્ષત્રિય હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની આ ફિલ્મનું શીર્ષક માત્ર ‘પૃથ્વીરાજ’ છે જે આટલા મોટા યોદ્ધા માટે બિલકુલ આદરણીય નથી. 
 
આ ફિલ્મ દેશના ઈતિહાસમાં એક મહાન યોદ્ધા અને રાજા પૃથ્વીરાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મને લઈને રાજસ્થાનમાં (Rajasthan) વિવાદ વધી ગયો છે. 
 
શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ કહ્યું કે આનાથી વધુ અપમાનજનક ફિલ્મ શું હોય. તેનો અંદાજ લગાવી શકાય છે. ફિલ્મનું શીર્ષક પૃથ્વીરાજ નહીં, પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ હોવું જોઈએ. જો શીર્ષક બદલવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.
 
ગુર્જર નેતા હિંમત સિંહ ગુર્જરે કહ્યું, ‘પરંતુ આ વખતે માત્ર કરણી સેના જ વિરોધ કરવા મેદાનમાં ઉતરી નથી.