1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (12:18 IST)

Gaddar 2 First Look- ગદર-2નું શૂટિંગ શરૂ!

Gaddar 2 First Look
બોલિવૂડ એક્ટર સની દેઓલ 'ગદર 2'ની જાહેરાત અગાઉ કરી ચૂક્યો છે. મેકર્સે દશેરાના તહેવાર પર આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. હવે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે એક ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેણે શૂટિંગની એક તસવીર પણ શેર કરી છે. જેમાં સની દેઓલ સરદારજીના ગેટઅપમાં લાલ કુર્તા અને સફેદ પાઘડીમાં જોવા મળી રહ્યો છે.
ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ અહીં એક મહિના સુધી થઈ શકે છે.
 
સની દેઓલ અને અમીષા પટેલની સુપરહિટ ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથાની સિક્વલ ગદર 2નું શૂટિંગ શરુ થઈ ગયુ છે. અમીષા પટેલે ફિલ્મના મૂહૂર્ત શોટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
 
ગદર 2નુ શૂટિંગ મંગળવાર એટલે કે 1 ડિસેમ્બર, 2021ના રોજ હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મનુ શૂટિંગ શરૂ થવા પર ડિરેક્ટર અનિલ શર્માના દીકરા ઉત્કર્ષ શર્માએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ઉત્કર્ષ શર્મા ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલના દીકરાની ભૂમિકામાં નજરે પડશે.