બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 30 ઑક્ટોબર 2021 (09:08 IST)

14 conditions for Aryan Khan's bail : આર્યન ખાન દેશ છોડીને નહી જઈ શકે, આ 14 શરતોનુ કરવુ પડશે પાલન, નહી તો જામીન થશે રદ્દ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન(Aryan Khan Bail) ની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન મળી ગયા છે. જોકે, જામીન આપવાની સાથે કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. જે ત્રણેય આરોપીઓએ જામીનના સમયગાળા દરમિયાન પાલન કરવુ પડશે. જામીન(Bail Order)ના આદેશ મુજબ ત્રણેય આરોપીઓએ દર શુક્રવારે NCBની મુંબઈ ઓફિસમાં હાજર થવું પડશે. આ સાથે તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં.
 
કોર્ટના આદેશ અનુસાર આર્યન અને અન્ય બે આરોપી એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકતા નથી. આ સાથે જ તેને પોતાનો પાસપોર્ટ તાત્કાલિક સ્પેશિયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટના આદેશ અનુસાર તેના સહ-આરોપી સાથે સંપર્કમાં રહેવા પર પણ પ્રતિબંધ રહેશે.
 
 કોર્ટના આદેશની બધી શરતો આ મુજબની છે -
 
1  કોર્ટના આદેશ મુજબ આરોપીએ 1 લાખ રૂપિયાના પીઆર બોન્ડ આપવા પડશે. તે એક અથવા વધુ સુરક્ષા થાપણો સાથે રજૂ કરી શકાય છે.
2 આરોપીઓ તે પ્રવૃત્તિઓ જેવી કોઈપણ પ્રવૃતિઓમાં સામેલ થશે નહીં જેના આધારે તેમની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
 
3. આરોપીએ તેના સહ-આરોપી અથવા સમાન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી અન્ય કોઈપણ વ્યક્તિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ રીતે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
4.  આરોપીએ નામદાર સ્પેશિયલ કોર્ટની કાર્યવાહી પહેલાં કાર્યવાહી માટે પ્રતિકૂળ હોય તેવું કોઈ કૃત્ય કરવું નહીં.
5. આરોપી વ્યક્તિગત રીતે કે કોઈપણ માધ્યમથી સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરશે નહીં.
6 આરોપીઓએ તેમનો પાસપોર્ટ તાત્કાલિક સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે
7. આરોપીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ ઉપરોક્ત કાર્યવાહીના સંદર્ભમાં કોઈપણ મીડિયામાં કોઈ નિવેદન આપવું નહીં. (પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા સહિત).
8 આરોપી ગ્રેટર મુંબઈ સ્થિત સ્પેશિયલ એનડીપીએસ જજની પૂર્વ પરવાનગી વિના દેશ છોડશે નહીં.
9 જો આરોપીઓને ગ્રેટર મુંબઈની બહાર જવાનું હોય, તો તેઓ તપાસ અધિકારીને જાણ કરશે અને તપાસ અધિકારીને તેમનો પ્રવાસ કાર્યક્રમ આપશે.
10. આરોપીઓએ તેમની હાજરી નોંધાવવા માટે દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે NCB મુંબઈ કાર્યાલયમાં હાજર રહેવું પડશે.
11 - જ્યા સુધી કોઈ યોગ્ય કારણથી રોકવામાં ન અઅવે ત્યા સુધી આરોપીએ ન્યાયાલયમાં બધી તારીખ દરમિયાન હાજર રહેવુ પડશે. 
12 જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે આરોપીએ NCB અધિકારીઓ સમક્ષ હાજર થવું પડશે.
13. એકવાર ટ્રાયલ શરૂ થઈ જાય પછી, અરજદાર/આરોપી કોઈપણ રીતે ટ્રાયલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરશે નહીં.
14. જો આરોપી આમાંની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો NCBને તેમના જામીન રદ કરવા માટે સીધા જ સ્પેશિયલ જજ/કોર્ટમાં અરજી કરવાનો અધિકાર છે.