બુધવાર, 6 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (18:13 IST)

Dhinchak Poojaનુ નવુ ગીત ફરી એકવાર ચર્ચામાં, તમે પણ જુઓ તેનો Viral Video

Viral Video : ઢિંચાક પુજાનું તમે નામ તો સાંભળ્યું જ હશે…. હા, તમે એકદમ સાચા છો. આ એ જ ગાયક છે, જે તેના વિચિત્ર ગીતો માટે ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે, ઢિંચાક પૂજા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે તે તેના ડાય હાર્ડ ચાહકો માટે ‘દિલો કા શૂટર 2.0’ ગીતનું નવું વર્ઝન લાવી છે. પરંતુ યુઝર્સ આ સોંગની(Song)  ખુબ મજાક ઉડાવી રહ્યા છે.
 
લોકો ઢિંચાકની ફેસબુક પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સ તો આ પણ લખ્યું છે, બહેન હવે બસ કરો, જનતા આમ પણ કોરોનાથી પરેશાન છે. લોકો પાસે બીજો રોગ સહન કરવાની તાકાત નથી.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે