ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (14:21 IST)

Viral Video - માછલી ખાનારી આ બકરીનો વીડિયો જોઈને નવાઈ પામશો, સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહ્યો છે વાયરલ

શું તમે ક્યારેય બકરીને માંસાહારી ભોજન કરતા જોઈ છે? અથવા તમને લાગે છે કે બકરી ઘાસ છોડીને માંસ ખાશે? દેખીતુ છે કે તમારામાંથી મોટાભાગના લોકો ના કહેશે. પરંતુ તાજેતરમાં વાયરલ થઈ રહેલો આ વીડિયો તમને આશ્ચર્યચકિત કરશે. આ વીડિયો થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
 
આ ક્લિપમાં એક બકરી ટોપલીમાંથી માછલી ચાવતી જોવા મળી રહી હતી. વીડિયો જોયા પછી પણ લોકોને એવું માનવું મુશ્કેલ થઈ રહ્યું છે કે આવું કંઈ પણ થઈ શકે છે.

 
આ માંસાહારી બકરીએ બધાને ચોંકાવી દીધા છે. બકરી મોટેભાગે ઘાસ, પાંદડા અથવા અનાજ ખાતી જોવા મળે છે પરંતુ માછલી ખાનારી આ બકરીના દ્રશ્યોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બકરી માછલી ખાતો હોવાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.