શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (10:55 IST)

રાજસ્થાનના જયપુરમાં ભીષણ અકસ્માત, ટ્રોલામાં ઘુસી ઈકો વેન, REETની પરીક્ષા આપવા જઈ રહેલા 6 યુવકોનુ મોત

રાજસ્થાનના જયપુરના ચાકસુમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. અહીં બાયપાસ પર એક ઈકો વાન ટ્રોલીમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો રાજસ્થાન ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (REET) પરીક્ષા આપવા માટે બારાંથી સીકર જઈ રહ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે કારમાં 10 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના લોકો રીટની પરીક્ષા આપવા જઇ રહ્યા હતા. કાર અનિયંત્રિત થતા ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે છ જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા

REET ની પરીક્ષા 26 સપ્ટેમ્બરે બે શિફ્ટમાં યોજાવાની છે. આ માટે 16 લાખ 22 હજાર 19 ઉમેદવારોએ અરજી કરી છે. રાજ્ય સરકારે ઉમેદવારો માટે મફત બસ સેવાની જાહેરાત કરી છે. બીજી બાજુ, રેલવેએ આ માટે 11 વિશેષ ટ્રેનો ચલાવવા માટે સંમતિ આપી છે. કેટલીક વધુ ટ્રેનો માટે અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 3993 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.