ભારતનુ પ્રભુત્વ વધ્યુ, મોદી-બાઈડેન મુલાકાતે પાકિસ્તાન સાથે ચીનને પણ આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની મુલાકાત ચીન અને પાકિસ્તાન બંને માટે સ્પષ્ટ સંદેશ છે. સાથે જ આવવારા દિવસોમાં ભારતની હિંદ પ્રશાંત ક્ષેત્રમાં મોટી ભૂમિકાનો સંકેત પણ છે. બાઈડેન સાથે મુલાકાત પહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે મુલાકાતમાં પીએમ મોદીની યાત્રાની દિશા અને પરિણામની પટકથા લખી દેવાઈ. વિદેશ સચિવે જણાવ્યુ કે આતંકવાદ પર ઉપરાષ્ટ્રપતિ હેરિસે પોતે પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો. આ બતાવે છે કે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ અને તાલિબાનના કબજાથી ઉભી થયેલા સંકટથી ભારત અને અમેરિકાની ચિંતા સમાન છે.
ચીનને લઈને ચર્ચા: નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનને આતંકવાદ અને કટ્ટરપંથીકરણ પર મજબૂત સંદેશ મળ્યો છે, ત્યારબાદ પીએમ મોદીએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતૃત્વ સાથે ચીનથી ઉદ્દભવતા ખતરાઓ પર વિસ્તૃત ચર્ચા કરી છે. ખાસ કરીને ભારતીય પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણ ચીન સાગરમાં, ચીનના મનસ્વી વલણ પર આ દેશોની ચિંતા સામાન્ય છે. દ્વિપક્ષીય બેઠકોમાં ઓકસ વિશેની આશંકાઓ પણ દૂર કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદીને કહ્યું છે કે ઓકસનો ઉદ્દેશ કેવી રીતે અલગ છે અને તે ક્વાડના ઉદ્દેશને પૂરક તરીકે કામ કરશે. નોંધપાત્ર રીતે, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ ઓકસમાં શામેલ છે. જ્યારે ક્વાડમાં ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને જાપાન છે. ચીન બંને જોડાણોથી નારાજ છે.
ચારેય દેશ ભારત-પ્રશાંત ક્ષેત્રની મદદ માટે વર્ષ 2004માં સુનામી બાદ આજે પ્રથમ વખત મળ્યા છે. આજે વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. માટે ચારેય દેશ આજે ફરી એક વખત માનવતાના કલ્યાણ માટે ક્વૉડ સ્વરૂપમાં સાથે આવ્યા છીએ.
અમેરિકાના બાઇડને શુ બોલ્યા
હું વડાપ્રધાન મોરિસન, મોદી અને સુગાને વ્હાઈટમાં યોજાઈ રહેલી પહેલી ઈન-પર્સન ક્વૉડ બેઠકમાં સ્વાગત કરું છું. આ લોકશાહી દેશોનો સમૂહ છે, જેમના હિત એક છે. ચારેય દેશ આ સમયે એક જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. આપણે એક સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વાસ ધરાવી છીએ.
જાપાનના સુગા શુ બોલ્યા
પ્રથમ વખત ચારેય દેશ ઈન-પર્સન ક્વૉડ લીડર્સ સમિટ માટે આવ્યા છે. આ સમિટ અમારા પરસ્પરના સંબંધો અને એક સ્વતંત્ર તથા ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, સુગાએ બાઈડનને કહ્યું હતું કે અમેરિકાએ જાપાનના ખાદ્ય ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને એપ્રિલમાં વિનંતી બાદ હટાવી લેવામાં આવ્યો છે. આ એક ઘણું મોટું પગલું છે, જે તમારા દ્વારા ભરવામાં આવ્યું છે, આ બદલ તમારો આભાર.
ઓસ્ટ્રેલિયાઃ સ્કોટ મોરિસને શું કહ્યું
ક્વૉડ ગ્રુપથી એ સાબિત થઈ ગયું છે કે લોકશાહી દેશ સાથે મળી કેટલું સારું કામ કરી શકે છે. વિશ્વનો કોઈપણ ભાગ આ સમયે ઈન્ડો-પેસિફિકથી વધારે ગતિશીલ નથી.