દિશા પટાણીની એકટિંગથી પ્રભાવિત સલમાન ખાન

disha patani
Last Modified મંગળવાર, 16 એપ્રિલ 2019 (23:12 IST)
સલમાન ખાન આજકાલ દિશા પટાણીની એકટિંગથી પ્રભાવિત થયો છે. તે અને દિશા હાલ ' ભારત' માં સાથે કામ કરી રહ્યા છે, તેવામાં સલમાને તેને બીજી એક બિગ બજેટની ફિલ્મની ઓફર આપી છે. આ સાંભળીને દિશા આનંદ વિભોર થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટના અનુસાર, સલમાન ખાને દિશાને અન્ય એક ફિલ્મની ઓફર આપી છે. જોકે તે કઇ ફિલ્મ છે તેની સ્પષ્ટતા થઇ નથી.
disha patani
સલમાન આ વરસે બે બિગ બજેટમાં કામ કરવાનો છે. જેમાંથી એક ' દબંગ' સીરિઝની છે અને તો બીજી ' કિક' ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મમાંથી દિશા કઇ ફિલ્મમાં કામ કરવાની છે તે જાણવા મળ્યું નથી. કહેવાય છે કે, સલમાન ખાને ફિલ્મ ' ભારત' માં દિશાના અભિનય અને લગન જોઇને તેને રોલ ઓફર કર્યો છે. આ ફિલ્મમાં દિશાએ ટ્રપીઝ આર્ટિસ્ટની ભૂમિકા નિભાવી છે. અલીઅબ્બાસની આ ફિલ્મમાં ૬૦નો દાયકો દર્શાવામાં આવ્યો છે, જ્યારે સર્કસમાં ટ્રપીઝ આર્ટિસ્ટ જોવા મળતા હતા.
disha patani


disha pataniઆ પણ વાંચો :