શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (10:10 IST)

Happy Birthday - એવરગ્રીન રેખા વિશેની આ વાતો શુ તમે જાણો છો ?

ફિલ્મ અભિનેત્રી રેખાનું  જીવનના ઉતાર ચઢાવથી ભરેલુ  છે. એમનું  જીવન હમેશા રહસ્યથી ભરેલુ રહ્યુ  છે. એમના ઘણા રહસ્યો સામે આવ્યા છે યાસિર ઉસ્માન દ્વારા લખેલી ચોપડી રેખા-દ અનટોલ્ડ સ્ટોરીમાં આપ્યા છે રેખાના કેટલાક કિસ્સાઓ 
15 વર્ષની રેખા 'અનજાન સફર'નું  શૂટિંગ કરી રહી હતી. નિર્દેશકે  એકશન બોલ્યા અને હીરો વિશ્વજીત રેખાને કિસ  શરૂ કરી દીધું. રેખાને કીસિંગ સીન વિશે કોઈ જાણકારી નહોતી. 5 મિનિટ સુધી વિશ્વજીત કિસ કરતા રહ્યા અને રેખાની આંખોમાંથી આસૂ વહેવા માંડ્યા. યૂનિટના લોકો સીટીઓ મારી રહ્યા હતા. રેખા ડરી ગઈ અને એનો  વિરોધ ન કર્યો... . 
રેખા વિશે એવું કહેવાય છે કે એને વિનોદ મેહરા સાથે લગ્ના કર્યા હતા. બન્ને કલકત્તામાં ચુપચાપ લગ્ન કરી અને મુંબઈમાં વિનોદ મેહરાના ઘરે આવ્યા તો ત્યાં વિનોદની માં ખૂબ ગુસ્સે થઈ. જ્યારે રેખા એમના આશીર્વાદ લેવા માટે નીચે નમી તો વિનોદની માએ એને હડસેલી દીધી અને રેખાને મારવા માટે ચપ્પલ કાઢી. આ જોઈ રેખા ભાગી ગઈ.. 
 
                                                                                  સેંથી ભરીને પહોંચી પાર્ટીમાં... 
 
આ પુસ્તકમાં લખ્યું છે કે ઋષિ કપૂર અને નીતૂ સિંહના લગ્નમાં રેખા સેંથીમાંં  સિંદૂર ભરીને પહોંચી ગઈ . મેહમાન અને મીડિયા ચોકી ગયા એમને શંકા થઈ કે ક્યાક રેખાએ ચુપચાપ લગ્ન તો નથી કરી લીધા. એ સમયે એમના અને અમિતાભ વચ્ચે નિકટતા ચર્ચામાં હતી. એ પાર્ટીમાં અમિતાભ પણ હતા. રેખા એમને પાસે પહોંચી ગઈ અને વાતચીત શરૂ કરી દીધી. આ જોઈ જયા બચ્ચન ગુસ્સાથી લાલ થઈ ગઈ. 
 
અમિતાભને કોણે રોક્યા આગળના પાન પર 
 
અમિતાભ અને રેખાના ચર્ચા જ્યારે વધવા માંડી ત્યારે અમિતાભની પત્ની જયા ચિંતિત થઈ ગઈ. એણે  અમિતાભ પર દબાણ નાખ્યું કે રેખા સાથે ફિલ્મ ન કરવી જોઈએ. રેખાને આ વાત ફિલ્મ નિર્માતાએ જણાવી કે અમિતાભ હવે રેખા સાથે ફિલ્મ કરવા નથી ઈચ્છતા. જ્યારે અમિતાભને રેખાએ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે આ વિશે હું  એક પણ શબ્દ બોલી શકીશ નહી તેથી મને કંઈ ન બોલવુ. 
 
                                                      શું થયું મુક્કદર કા સિકંદરના ટ્રાયલમાં વાંચો આગળના પાન પર ..  
 
રેખાને લઈને એ પણ ખુલાસો થયો કે એ મુકદ્દર કા સિકંદરના ટ્રાયલ શોમાં પ્રોજેક્શન રૂમમાં હતી.  એ ત્યાંથી બધાને જોઈ રહી હતી પણ એને કોઈ જોઈ શકતુ નહોતુ.  રેખાએ જોયું કે જયા બચ્ચન એના માતા-પિતા સાથે ફિલ્મનું શૂટિંગ  જોવા આવી હતી. અમિતાભ અને રેખાના રોમાંટિક દ્રશ્યોના સમયે જયા બચ્ચનની આંખોમાંથી આંસૂ નિકળી રહ્યા હતા. અમિતાભ-રેખાની કેમિસ્ટ્રી જોઈ એ ગભરાઈ ગઈ.