ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 માર્ચ 2024 (11:53 IST)

ફેમસ અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન

Daniel Balaji
સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.  દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે, તમિલ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. અભિનેતાનું શુક્રવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 48 વર્ષના હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અભિનેતાનું નાની ઉંમરમાં અવસાન ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાય છે.
 
ગઈકાલે તેમને છાતીમાં દુખાવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને શુક્રવારે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું