શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (14:29 IST)

હમ આપકે હૈ કૌન, જેવી ફિલ્મોના પ્રોડ્યૂસર રાજકુમાર બડજાત્યાનુ નિધન, સલમાન ખાનને બનાવ્યો હતો સુપરસ્ટાર

બોલીવુડને અનેક  ફેમસ ફિલ્મ આપનારા ફિલ્મ પ્રોડ્યૂસર રાજકુમાર બડજાત્યાનુ આજે એકએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. રાજકુમાર બડજાત્યા, દિગ્ગજ નિર્દેશક સૂરજ બડજાત્યાના પિતા હતા.  શ્રી બડજાત્યાએ ભારતીય સિનેમાની અનેક યાદગાર અને સફળ ફિલ્મોનુ નિર્માણ કર્યુ હતુ. રાજકુમાર બડજાત્યાએ હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, અને વિવાહ તેમજ પ્રેમ રતન ધન પાયો જેવી પારિવારિક ડ્રામા ફિલ્મો બનાવી છે. તેમની આ ફિલ્મો રાજશ્રી પ્રોડક્શન હેઠળ બની હતી. રાજકુમાર બડજાત્યાના નિધનના સમાચાર એએનઆઈએ ટ્વીટ કરી આપ્યા છે. એવુ કહેવાય છે કે રાજકુમાર બડજાત્યા કોઈ બીમારીને કારણે મુંબઈના સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલમાં દાખલ હતા. 
 
સલમાનના ખૂબ જ નિકટ હતા રાજકુમાર 
 
સલમાને રાજકુમાર બડજાત્યાના પ્રોડક્શન હાઉસ સાથે વર્ષ 1989થી કામ કરવુ શરૂ કર્યુ હતુ. તેમણે ફિલ્મ બીવી હો તો ઐસી માં એક નાનકડો રોલ ભજવ્યો હતો. ત્યારબાદ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ મૈને પ્યાર કિયામાં એક લીડ એક્ટરના રૂપમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે આ જ પ્રોડક્શનની ફિલ્મ હમ આપકે હૈ કૌન,  હમ સાથ સાથ અહિ અને પ્રેમ રાતન ધન પાયોમાં જોવા મળ્યા.  આ  ફિલ્મ સલમાનના કેરિયરની હિટ ફિલ્મ સાબિત થઈ.  જોતજોતામાં સલમાન બોલીવુડના સુપરસ્ટાર બની ગયા.  
 
ટ્વિટૃર પર અપાઈ રહી છે શ્રદ્ધાંજલિ 
 
રાજશ્રીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ - સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યા આ દુનિયામાં હવે નથી.  ઉલ્લેખનીય છે કે રાજશ્રીએ બોલીવુડની અનેક શાનદાર ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. 
 
ફિલ્મ ક્રિટિક્સ અક્ષય રાઠી શ્રદ્ધાંજલિ આપતા લખે છે કે શ્રી રાજકુમાર બડજાત્યાના નિધનના સમાચાર સાંભળીને નવાઈ લાગી રહી છે. રાજબાબૂ ખૂબ જ શાનદાર પ્રોડ્યૂસર હતા. 
 
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ટ્વીટ કરતા લખ્યુ - રાજકુમાર બડજાત્યા આપણી વચ્ચે રહ્યા નથી. તેમના નિધનના સમાચારથી સ્તબ્ધ છુ. ગયા અઠવાડિયે જ તેમને પ્રભાદેવી સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી. તેમણે મારા અને મારા પરિવાર સાથે લાંબો સમય વીતાવ્યો છે. તેઓ ખૂબ જ આરોગ્યપ્રદ લાગી રહ્યા હતા અને હવે તેઓ નથી રહ્યા.