શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 11 ઑગસ્ટ 2018 (14:20 IST)

B'Day Spl: આ જાણીતા ડાયરેક્ટર માટે જૈકલીને બહેરીનના પ્રિંસ સાથે કર્યુ હતુ બ્રેકઅપ

બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાડિઝન આજે પોતાનો 33મો જનમદિવસ ઉજવી રહી છે. જૈકલીનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં થયો હતો. જૈકલીન બોલીવુડની એવી ચુલબુલી અભિનેત્રી છે જેને ખૂબ ઓછા સમયમાં ફિલ્મોમાં પોતાની સારી ઈમેજ બનાવી છે.

આજે તેના બર્થડેના અવસર પર જૈકલીન યૂરોપમાં પોતાની માતા સાથે હોલીડે પર છે. તે પોતાનો જનમ દિવસ પોતાની ફેમિલી સાથે ઉજવી રહી છે.  યૂરોપથી જૈકલીને પોતાના ઈસ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેયર કરી છે.  જૈકલીન આ ફોટોઝ પરથી એ અનુમાન લગાવી શકાય કે  તે પોતાનો જનમદિવસ પોતાની માતા અને નિકટના લોકો સાથે સેલિબ્રેટ કરશે. આવો જૈકલીનના જન્મદિવસ પ્રસંગે જાણીએ તેના લાઈફ અંગે થોડી રોચક માહિતી. 
 
ઉલ્લેખનીય છે કે બહેરીન દેશમાં જન્મેલી જૈકલીન 2006માં મિસ શ્રીલંકા યૂનિવર્સ પણ રહી ચુકી છે. જૈકલીનના પિતા શ્રીલંકામાં મ્યુઝીશિયન છે જે મૂળસ્વરૂપે ત્યાના જ રહેનારા છે. જ્યારે કે માતા મલેશિયાની મૂળ વતની છે. જૈકલીની મા એક એયર હોસ્ટેસ હતી. ચાર ભાઈ બહેનોમાં જૈકલીન સૌથી નાની છે.  તેની એક બહેન અને બે મોટા ભાઈ છે. 
2009માં ફિલ્મ અલાઉદ્દીન દ્વારા જૈકલીને બોલીવુડમાં ડગ માંડ્યા. આ ફિલ્મમાં તે રિતેશ દેશમુખના અપોઝિટ જોવા મળી હતી. બોલીવુડમાં આવતા પહેલા જૈકલીન એક ટીવી રિપોર્ટર હતી. જૈકલીન એક સુંદર અભિનેત્રી હોવા સાથે એક કુશળ અને તેજ દિમાગ રાખે છે. જૈકલીન માસ કમ્યુનિકેશનની ડિગ્રી મેળવી છે. તે ઈગ્લિશ ફ્રેંચ અને અરબી ભાષા જાણે છે. 
ખૂબ જ ઓછા લોકોને જાણ છેકે એક્ટિંગ અને મોડેલિંગ ઉપરાંત જૈકલીનને રસોઈ બનાવવી ખૂબ પસંદ છે. આ વાતનો ખુલાસો જૈકલીને પોતે કર્યો હતો. તેની નજરમાં કુકિંગ એક સારી થેરેપી છે. 
જૈકલીનની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેની લવ લાઈફ ખૂબ જ કંટ્રોવર્સિયલ રહી છે. જૈકલીનનુ નામ ડાયરેક્ટર સાજિદ ખાન સાથે જોડાઈ ચુક્યુ છે. એવુ કહેવાય છે કે જૈકલીને સાજિદને 3 વર્ષ સુધી ડેટ કરી હતી. તેની મુલાકાત ફિલ્મ હાઉસફુલના સેટ પર થઈ હતી. પણ આ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહી. 
 
સાજિદ પહેલા જૈકલીનનુ નામ બહેરિનના રૉયલ ફેમિલી સાથે જોડાયેલા પ્રિંસ હસન બિન રાશિદ અલી ખલીફા સાથે પણ જોડાય ચુક્યુ છે. 
 
 
રાશિદ સાથે તેની મુલાકાત એક કૉમન ફ્રેંડની પાર્ટીમાં થઈ હતી. પણ જ્યારે જૈકલીનને ફિલ્મ હાઉસફુલ 2 મળી તો તેમનો સંબંધ તૂટી ગયો. તેમના સંબંધો તૂટવાનુ કારણ ડાયરેક્ટર સાજિદ ખાન હતા.