1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (09:27 IST)

Happy birthday Rhea chakraborty- 8 વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતથી આ રીતે મળી હતી રિયા, એક્ટરની મોતએ બદલી ગયુ જીવન

રિયા ચક્રવર્તી બૉલીવુડનો એવુ નામ છે જેને છેલ્લા વર્ષે તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. ગયા વર્ષે રિયા ચક્ર્વરતીનો નામ મહાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાંવ આવ્યો હતો. રિયા ચક્રવર્તી તેમની ગર્લફ્રેંડ હતી તેથી તેણે ઘણા આરોપોનો સામનો કરવો પડ્યુ હતું. પણ રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની લવ સ્ટોરી ખૂબ ખાસ હતી. 
 
રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂતથી ભેંટ વર્ષ 2013માં થઈ હતી. તે સમયે મહાન એક્ટર ફિલ્મ "શુદ્ધ દેશી" રોમાંસ કરી રહ્યા હતા. તેમજ રિયા ચક્રવર્તી ફિલ્મ "અપને ડેડ કી મારૂતિ" માં કામ કરી રહી હતી. આ બન્ને જ ફિલ્મોના સેટ આસપાસ જ હતા. જેના કારણે રિયા અને સુશાંત પહેલીવાર ભેંટ થઈ હતી. ત્યારબાદ રિયા અને સુશાંત ઘણ પાર્ટીઓમાં મળવા લાગ્યા અને જોતા જ જોતા બન્ને ખૂબ સારા મિત્ર બની ગયા. 
 
મિત્રતા પછી રિયા અને સુશાંત એક -બીજાની પાસે આવ્યા. ત્યારબાદ તે બન્ની એક-બીજાના નંબર લીધા અને મળવાનો સિલસિલો ચાલતો રહ્યો. રિયાએ તેમના એક ઈંટરવ્યૂહમાં જણાવ્યુ હતુ કે તે સમયે સુશાંત સિંહ રાજપૂત પહેલાથી જ એક રિલેશનશિપમાં હતા. સિવાય તે રિયા ચક્રવર્તીના સંપર્કમાં આવ્યા હતા. રિયાએ જણાવ્યુ કે તે સુશાંત 2017-18 દરમિયાન એક પ્રોડક્શન હાઉસથી જુદા થયા અને જુદા-જુદા બેનરની સાથે કામ કરવાનો નક્કી કર્યુ . ત્યારબદ બન્ને રિલેશનશિપમાં આવ્યા. 
 
રિયા ચક્રવર્તીનો જન્મ 1 જુલાઈ 1992માં બેંગલૂરૂમાં થયો હતો. તેણે તેમના કરિયરની શરૂઆત રિયલિટી શોથી કરી હતી. તે પહેલીવાર વર્ષ 2009માં એમટીવી રિયલિટી શો ટીવીએસ સ્કૂટી Teen Divaમાં નજર આવી હતી. ત્યારબાદ તે એમટીવીના ઘણા શોજને હોસ્ટ કરતી નજર આવી. ત્યારબાદ વર્ષ 2012માં રિયા ચક્રવર્તીએ તેલુગુ ફિલ્મ તુનેતા-તુનેતાથી ડેબ્યૂ કર્યો હતો.  
 
રિયા ચક્રવર્તી "બેંડ બાજા બારાતી " માં અનુષ્કા અને રણવીર સિંહની સાથે કામ કર્યો હતો. રિયા ચક્ર્વર્તી હિંદી ફિલ્મ સોનાલી કેબલ અને જલેબીમાં નજર આવી હતી. સુશાંત સિંહ રાજપૂતની સાથે તેમના સંબંધને લઈને રિયા ચક્રવર્તી ખૂબ ચર્ચામાં રહી હતી. પણ અચાનક તેમની મોતએ રિયા સાથે આખ દેશને હલાવીને રાખી દીધો હતો.