બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : મંગળવાર, 20 નવેમ્બર 2018 (15:46 IST)

બહુ કહેવાય ! 67 વર્ષની ઉમરેં ફરીથી લગ્ન કરવા ઉતાવળી ઝીનત અમાન

બોલીવુડમાં આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે વિતેલા જમાનાની હીરોઈન ઝીનત અમાનને પણ ફરીથે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. ઝીનત અમાન તેમના જમાનાની ખૂબજ હોટ અને સેક્સી હીરોઈન ગણવામાં આવે છે. 70 ના દશકમાં ઝીનત અમાને ગ્લેમરસ હીરોઈનનો એક અલગ જ ટ્રેંડ બોલીવુડમાં દાખલ કર્યો હતો. 
જાણવા મળ્યું કે ઝીનત અમાને પોતાના 19 નવેમ્બર 67માં જનમદિવસે ફરીથી લગ્ન કરવાની વાત કરીને ચોકાંવી દીધા. તેમણે કહ્યું કે તે ફરીથી ઘર વસાવવા માંગે છે. તેમણે કહ્યું કે મારા બે સંતાનો જ્યારે પોતાની રીતે સ્વતંત્ર થઈ જશે ત્યારે હું કોઈ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કરવા માટે તૈયાર છું. 
ઝીનાત અમાન 70 ના દશકમાં બોલીવુડમાં સેક્સી હીરોઈન તરીકે જાણીતી હતી અને 1985માં અભિનેતા મઝહરખાન સાથે તેમણે લગ્ન કર્યા હતા. તેમના પતિના મુત્યુ બાદ તેમના બે સંતાનો અજાન અને જહાજ સાથે રહે છે અને બીજા લગ્ન કર્યા નથી