શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 19 નવેમ્બર 2018 (18:02 IST)

અમેરિકી પબના ટૉયલેટમાં હિંદૂ દેવી દેવતાઓના ફોટા, ભારતીય મહીનાએ ફટકાર્યો, તો પબના માલિકે આ જવાબ આપ્યો

ન્યૂયાર્ક 
ભગવાન ગણેશ, સરસ્વતી, બ્રહ્મા, શિવ, રાધા, કૃષ્ણ, મા કાળી અને માં લક્ષ્મી બધા હિંદુ દેવી દેવતાઓની પેંટિગ્સ દીવાલો પર હતી પણ આ કોઈ મંદિર નથી પણ ટૉયલેટ્ની દીવાલ છે. ભારતીય અમેરિકી અંકિતા મિશ્રાએ બૉલ્ગ પોસ્ટમાં લખ્યું, પાછલા મહીના હું મિત્રોની સાથે રાત્રે પાર્ટી માટે ગઈ. ન્યૂયાર્કના બુશવિક સ્થિત પબ 'હાઉસ ઑફ યસ'ના વીઆઈપી ટૉયલેટમાં મેં દેવી દેવતાઓની પેંટિગ્સ જોઈ. ભગવાન ગણેશ, મા કાળી, શિવના ફોટા દીવાલ પર હતા. ભારતીય અમેરિકી અંકિતા ન માત્ર આ મુદ્દાને ઉઠાવ્યો પણ પબને આ વિશે એક ઈ-મેલ પણ લખ્યું. અંકિતા મિશ્રાના આ ઈ -મેલ પર નાઈટ કલબની તરફથી જવાબ પણ મોકલાયું. 
 
નજર ઘુમાવીને જોયું તો ટૉયલેટની દીવાલ પર કાળીથી લઈને શિવ સુધી બધા જોવાયા 
 
અંકિતા મિશ્રા લખે છે કે હાઉસ ઑફ યસ પબની સાથે મારી ઘણી બધી યાદ સંકળાયેલી છે. મિત્રોની સાથે અહીં પાર્ટી કરવી, ડાંસ કરવું ખૂબ સુંદર વાતાવરણ બધી સારી યાદ છે. પણ શનિવારે જ્યારે હું અહીં આવી તો મને થોડું પણ ગર્વ નહી થયું. આ સમયે હું પ્રાઈવેટ બાથરૂમમાં ગઈ. જે ડીજે બૂથના પાછળ છે. જ્યારે હું ટોયલેટમાં પેપર લેવા લાગી તો મને મહાદેવના ફોટા જોવાયા. ધીમે ધીમે હું નજર ઘુમાવી તો જોયું કે દીવાલ પર બધા છે. ગણેશ, સરસ્વતી, બ્રહ્મા, શિવ, રાધા, કૃષ્ણ, મા કાળી અને માં લક્ષ્મી. ટૉયલેટના ઉપર કાળીને પ ણ જોયું. એવું લાગ્યો કે હું મંદિરમાં છું પણ તે મંદિર નહી હતું. મે જૂતા પહેર્યા હતા, મે ત્યાં ટોયલેટ કરી રહી હતી. 

600 ડૉલરથી વધારે પે કરનાર જ જઈ શકે છે તે વીઆઈપી ટૉયલેટમાં 
 
 
અંકિતાએ જણાવ્યું કે અમેરિકી નાઈટ કલબના તે બાથરૂમમાં મને જવાના અવસર તેથી મળ્યું કારણકે અહીં  માત્ર તે કસ્ટમર જઈ શકે છે જે ગ્રે ગ્રાસની એક બૉટલ માટે 600 ડૉલરથી વધારે પે કરવામાં સક્ષમ હોય છે. અંકિતા કહે છે કે પશ્ચિમમાં હિંદુ બૌદ્ધ અને સાઉથ એશિયન કલ્ચરની સાથે સતત ભેદભાવ થઈ રહ્યું છે. ગોરાઓના કલ્ચરમાં અમારી સંસ્કૃતિને એસસરીની રીતે ઉપયોગ કરાઈ રહ્યું છે. 
 
અંકિતા મિશ્રાની તરફથી આપત્તિ કરતા પછી કેઈ બર્કએ જવાબ આપ્યુ જે કે અમેરિકી પબ હાઉસ ઑફ યસના કો ફાઉંડર અને ક્રિએટિવ ડાયરેકટર છે. કેઈન આ જવાબમાં લખ્યું ટૉયલેટની દીવાલ પર હિંદુ દેવી દેવતાઓની પેંટિગ્સ બનાવવાની  જવાબદારી મારી છે. હું માફી  માંગુ છું કે મે સંસ્કૃતિના વિશ્વ વગર જાણી અને વગર રિસર્ચ કર્યા મે ટૉયલેટના આ રીતે ડેકોરેટ કર્યા. મને ખેદ છે કે તમને હાઉદ ઑફ યસ પબમાં આ પ્રકારથી સંસ્કૃતિના અપમાનનો અનુભવ થયું. હું તમને વિશ્વાસ આપું છું કે જલ્દી થી જલ્દી દેવી દેવતાઓની ફોટા હટાવીને ટૉયલેટને રી ડિજાઈન કરાવીશ. મે તમારા ઈ મેલના એક એક શબ્દ બ્વાંચ્યું. અને હું તમને ધન્યવાદ આપુ છુ