ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2018 (17:24 IST)

તમન્ના કે કાજલ નહી પણ આ સાઉથની અભિનેત્રી છે સૌથી મોંઘી અભિનેત્રી, 50 સેકંડની આટલી લે છે ફી..

બોલીવુડની જેમ જ સાઉથની ફિલ્મ ઈંડસ્ટ્રી  પણ  સમગ્ર દેશમાં ફેમસ થઈ ચુકી છે. એટલુ જ નહી બોલીવુડની અનેક ફિલ્મો સાઉઠ ફિલ્મોની જ રીમેક પણ છે. આજે અમે તમને સાઉથની ફિલ્મ ઈંડ્સ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રી વિશે બતાવીશુ.. 
જો તમને એ સવાલ પૂછવામાં આવે કે સાઉથ ફિલ્મની સૌથી મોંઘી અભિનેત્રી કોણ છે ? તો આશા છે કે તમારો જવાબ કાજલ અગ્રવાલ કે તમન્ના ભાટિયા હોઈ શકે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેને છોડીને સાઉથ એક્ટ્રેસ નયનતારા આ ઈડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રી છે. 
સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીની આ અભિનેત્રી પાસે લગભગ 68 કરોડની પ્રોપર્ટી છે. આ ઉપરાંત તેની પાસે અનેક લકઝરી ગાડીઓ છે.  જેની કિમંત કરોડોમાં છે. એક રિપોર્ટ મુજબ નયનતારાએ 50 સેકંડ ટીવી એડ શો માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ એડનુ શૂટિંગ બે દિવસ સુધી ચાલ્યુ હતુ. 
સાઉથ અભિનેત્રી નયનતારા એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. નયનતારા ટૂંક સમયમાં જ ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડી માં જોવા મળશે.  આ ઉપરાંત તે સાઉથ સુપરસ્ટાર અજિત કુમાર સાથે વિશ્વાસમમાં જોવા મળશે.  આ ફિલ્મ આગામી વર્ષે રજુ થશે.  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રજુ થયેલી ફિલ્મ ઈમાઈકા નૉડિગલ પણ લોકો વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. 
નયનતારાની રજનીકાંત સાથે કરવામાં આવેલ ફિલ્મ ચન્દ્રમુખી સૌથી વધુ સુપરહિટ રહી.  આ ફિલ્મની રીમેક બોલીવુડમાં ભૂલભૂલૈયાના નામથી બનાવાઈ. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા.