શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2018 (14:44 IST)

સૈફની ચોખવટ... કરીના સાથે લગ્ન કરતા પહેલા અમૃતા સિંહને લખ્યો હતો લેટર

કરણ જોહરના શો કોફી વિથ કરણમાં તાજેતરમાં જ પિતા સેફ અલી ખાન સાથે સારા અલી ખાન આવી. આ શો માં સૈફે જણાવ્યુ કે કરીના સાથે લગ્ન કરતા પહેલા તેમણે કંઈક એવુ કર્યુ જેને કારણે સમગ્ર પરિવાર એક સાથે આવી ગયો હતો. રિપોર્ટ્સ મુજબ સૈફે કહ્યુ, હુ જ્યારે કરીના સાથે લગ્ન કરવાનો હતો ત્યારે અચાનક મારા મગજમાં આવ્યુ કે મારે અમૃતાને ચિઠ્ઠી લખવી જોઈએ. મે ફરી જ્યારે એ નોટને કરીનાને બતાવી ત્યારે તેને પણ ખૂબ સારુ લાગ્યુ. મે જ્યારે એ નોટને અમૃતાને મોકલી તો સારાનો મને ફોન આવ્યો અને કહ્યુ, હુ તમારા લગ્નમાં આમ પણ આવવાની હતી પણ હવે હુ ખુશ થઈને આવીશ. ત્યારબાદ અમારો સમગ્ર પરિવાર એક સાથે લગ્નમાં સામેલ થયો અને આજ સુધી અમારી વચ્ચે કોઈ પરેશાની થઈ નથી. 
 
સૈફે એ નોટમાં અમૃતાને તેના આવનારા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. 
સારાએ કરણને આગળ કહ્યુ, 'મને લાગે છે કે મારા માતા-પિતાએ જે પણ નિર્ણય કર્યો એ એકદમ યોગ્ય હતો. આજે બંને પોતાના જીવનમાં ખુશ છે અને તેમના કારણે અમે પણ બધા ખુશ છીએ. 
 
આ શો દરમિયિઆન સારાએ એક સવાલના જવાબમાં કહ્યુ કે ત રણબીર કપૂર સાથે લગ્ન કરવા પસંદ કરશે પણ આ સાથે જ સારાએ પણ કહ્યુ કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. 
 
સારાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો જલ્દી જ તેમની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ રજુ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં છે. આ ફિલ્મ પછી તે જલ્દી જ રણવીર સિંહ સાથે ફિલ્મ સિંબામાં જોવા મળવાની છે.