ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (18:05 IST)

Hrithik Roshan-Saba Azad: શુ ઋત્વિક રોશન પોતાની ગર્લફ્રેંડ સબા આઝાદ સાથે કરી રહ્યા છે લગ્નની તૈયારી ?

Hrithik Roshan-Saba Azad
ઋત્વિક રોશન (Hrithik Roshan)ભલે 48 વર્ષના થઈ ગયા છે પણ ફિટનેસમાં નવા નવા અભિનેતાને પણ માત આપી રહ્યા છે. એટલુ જ નહી પોતાની રિલેશનશિપને લઈને તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. હાલ ઋત્વિક પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં બન્યા છે. અભિનેત્રી-સિંગર સબા આઝાદ (Saba Azad)  સાથે મોટેભાગે સ્પોટ કરવામાં આવે છે.  એવુ જાણવા મળ્યુ છે કે સબા સાથે રુત્વિક લગ્ન કરવા જઈ રહ્યા છે. 
 
ઋત્વિક રોશને હેપી મેરિડ લાઈફના 14 વર્ષ સુજૈન ખાન સાથે વિતાવ્યા બાદ બંને લગભગ 8 વર્ષ પહેલા જ અલગ થઈ ગયા છે. જો કે જુદા થવા છતા બંને પોતાના બાળકો ઋદાન અને ઋહાનને માટે એકબીજા સાથે જોવા મળે છે.  જો કે ઋત્વિક જ્યા સબા આઝાદ સાથે તો સુજૈન ખાન અર્સલાન ગોની સાથે મોટેભાગે ક્વાલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. એટલુ જ નહી સબા અને સુજૈનની સારી બૉન્ડિંગ છે. 
 
ઋત્વિક-સબાના લગ્નને લઈને શુ છે પ્લાનિંગ ?
ઋત્વિક રોશન અને સબા આઝાદ મોટેભાગે એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજાની તસ્વીરોના વખાણ કરતા રહે છે. બંને એક બીજા સાથે ખુશ રહે છે.  હોલીવુડ પર સાથે જાય છે અને કહેવાય રહ્યુ છે કે બંને એકબીજાને લઈને ખૂબ સીરિયસ પણ છે. જો કે અભિનેતાએ ક્યારેય પણ સબા સાથેની રિલેશનશિપને લઈને કોઈપણ પ્રકારનુ ઓફિશિયલ કંફર્મેશન આપ્યુ નથી. લગ્નને લઈને ઋત્વિકની પ્લાનિંગ વિશે ઈંડિયા ટુડેની રિપોર્ટના મુજબ બતાવાયુ છે કે સબા અને ઋત્વિક લગ્ન કરવાની ઉતાવળમાં નથી. હાલ એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે. 
 
ઋત્વિકના બીજા લગ્નને લઈને ભવિષ્યવાણી થઈ ચુકી છે 
 
મીડિયા રિપોર્ટનુ માનીએ તો જાણીતા દિવંગત જ્યોતિષ બેજાન દારૂવાલાએ ઋત્વિક રોશનને લઈને ભવિષ્યવાણી કરી હતી કે અભિનેતાના બીજા લગ્ન થશે. તેમણે આ વાત ત્યારે કહી હતી જ્યારે સુજૈન સાથે તેમના રિલેશન ખતમ થયા હતા. જો કે હવે તો બેજાન દારૂવાલા દુનિયામાં નથી પણ તેમની ભવિષ્યવાણી સાથી પડશે કે નહી એ તો આવનારો સમય જ સ્પષ્ટ કરશે. હાલ ન તો સબા કે ન તો ઋત્વિક તરફથી આવો કોઈ ઈશારો મળ્યો છે.