શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2017 (13:24 IST)

Huma Qureshiએ ગાંધી આશ્રમ ખાતે રેંટીયો કાંત્યો, પાર્ટિશન : 1947ના પ્રચાર માટે અમદાવાદ આવી

બોલિવૂડની અભિનેત્રી હુમા કુરેશીએ આજે અમદાવાદ ખાતે પોતાની આગામી ફિલ્મ પાર્ટિશન : 1947ના પ્રમોશનની શરૂઆત કરી હતી. તેણે શહેરના ગાંધી આશ્રમમાં જઈને બાપુનો રેંટીયો કાંત્યો હતો.ગાંધી આશ્રમની મુલાકાત તેણે બાઉન્સરની સુરક્ષા વચ્ચે લીધી હતી.ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાની વાતને વણીને રજૂ કરવામાં આવી છે.

બોલીવુડ એક્ટ્રેસ તેના ઈન્ટ્રાગ્રામમાં લખ્યું હતું કે, સાબરમતી- અહીં ખૂબ જ સરળ અને વિન્રમતાથી બાપુએ કામ કર્યું અને રહ્યા. મેં આઝાદીના દિવસે કલકત્તાને વિશ્વાસ આપ્યો કે પાર્ટિશન 1947માં કોઈ હિંસા નથી. તેણે બીજી પોસ્ટમાં લખ્યું છે કે, આઝાદી પર્વના બીજા દિવસે એક ખાસ શહેરની મુલાકાતે છું.