મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 જુલાઈ 2017 (12:27 IST)

ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી અલ્પેશ ઠાકોરની ખેડૂતોના દેવા માફી મુદ્દે રેલી

તાજેતરમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતના ખેડૂતોના દેવા માફી મુદ્દે દૂધબંધી કરીને રસ્તા પર દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો હતો. હવે તેમણે આ મુદ્દે વધુ આંદોલનને આગળ ધપાવતાં ગાંધી આશ્રમથી ગાંધીનગર સુઘી રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયાં છે. રેલીને લઈને પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે.

ગુજરાત સિવાય રાજસ્થાન અને કર્ણાટકની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યાં પણ ગુજરાત સરકારે આ દેવા માફ નથી કર્યાં તે માટે હવે અલ્પેશ ઠાકોર મેદાને ઉતર્યાં છે. તેમણે સરકારને આ માટે કહ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો નહીંતો પરિણામ સારૂ નહીં આવે. તેમની રેલી હાલમાં ગાંધી આશ્રમથી નિકળીને ગાંઘીનગર તરફ જવા કૂચ કરી ચૂકી છે.