1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
  4. Imran Khan have to leave india

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

imran khan
imran khan
 
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઇમરાન ખાન માટે મુશ્કેલી વધતી જતી હોય તેવું લાગે છે. અભિનેતાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે મુંબઈના ક્રાંતિ મેદાનમાં એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ, મુંબઈ પોલીસે ઇમરાન ખાનને નોટિસ ફટકારી છે, જેમાં તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. ખાન પાસે યુએસ નાગરિકતા છે. તેથી, ભારતીય નાગરિક ન હોવા છતાં ભારતમાં આવા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ઇમિગ્રેશન એક્ટની સંબંધિત કલમ હેઠળ અભિનેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અભિનેતાને નોટિસની નકલ મળી ગઈ છે.
 

પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ એક્ટર વિરુદ્ધ LOC રજુ કરવાની ઉઠાવી હતી માંગ 

 
અગાઉ, ઈમરાન ખાનના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ, ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ નારાજગી વ્યક્ત કરી હતી અને ઈમિગ્રેશન અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને ઈમરાન ખાન વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર જારી કરવાની માંગ કરી હતી. તેમણે આ બાબતે ઈમરાન ખાનને સીધો પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તેઓ OCI કાર્ડ ધારક છે અને યુએસ નાગરિકતા ધરાવે છે ત્યારે તેઓ ભારતમાં ઘરેલુ રાજકીય પ્રવૃત્તિઓ અને વિરોધ પ્રદર્શનોમાં કેમ ભાગ લઈ રહ્યા છે. તેમણે માંગ કરી હતી કે પોલીસ આ મામલે અભિનેતા સામે કડક કાર્યવાહી કરે અને મુંબઈ પોલીસ અભિનેતાની તપાસ કરે અને તેને ભારત છોડવા ન દે તેવી માંગ કરી હતી.
 

આવી ગયો દેશ છોડવાનો વારો 

 કિરીટ સોમૈયાએ પોતાની ફરિયાદમાં અભિનેતા વિરુદ્ધ લુક આઉટ સર્કુલર રજુ કરવાની માંગ કરી હતી, જ્યારબાદ બધાની નજર મુંબઈ પોલીસ અને ઈમિગ્રેશન વિભાગના આગામી પગલા પર ટકી હતી, અને હવે આ આખા વિવાદ પછી ઈમરાન ખાન પર દેશ છોડવાની નોબત આવી ગઈ છે. 

ઈમરાન ખાનની નાગરિકતા પર છેડાયી ચર્ચા 

 
મુંબઈમાં સીજેપી પ્રોટેસ્ટમાં સામેલ થયા પછી ઈમરાન વિવાદોમાં ઘેરાયા છે અને તેમની નાગરિકતાને લઈને બવાલ મચી છે. ઈમરાન પોતાની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગટન અને ફર્સ્ટ કઝિન જૈન મૈરી ખાન સાથે મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં સીજેપી પ્રોટેસ્ટમાં સામેલ થયા હતા.  જ્યા પ્રદર્શન દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી.  આ સમય દરમિયાન, અભિનેતાની અટકાયત કરવામાં આવી હતી, અને પોલીસ વાનમાં તેનો એક વીડિયો સામે આવ્યો હતો. રાજકીય વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયા પછી, ઇમરાનની નાગરિકતા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. હકીકતમાં, અભિનેતા ભારતીય નાગરિકતા નહીં પણ અમેરિકન નાગરિકતા ધરાવે છે. તેનો જન્મ યુએસએના વિસ્કોન્સિનમાં થયો હતો અને તેની પાસે અમેરિકન પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ છે.
આગળનો લેખ
યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ