ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2023 (11:53 IST)

Isha Deol Birthday- જ્યારે ઈશા દેઓલ બિકીની પહેરવા હેમા માલિનીથી પરમિશન માંગી

isha deol
Isha Deol- ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી અને અભિનેત્રી એશા દેઓલે 2004ની સુપરહિટ ફિલ્મ ધૂમમાં કામ કર્યું હતું. ફિલ્મના એક ગીતમાં તેણે બિકીની સીન કર્યો હતો.

હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે જ્યારે ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ચોપરાએ તેને બિકીની પહેરવાનું કહ્યું ત્યારે તેને એક દિવસનો સમય જોઈતો હતો કારણ કે તે આ માટે તેની માતા પાસેથી પરવાનગી લેવા માંગતી હતી. તેને ખ્યાલ ન હતો કે તેની માતાની રિએકશન શું હશે.
 
ઈશાએ ખુલાસો કર્યો કે તેણે તેની માતા પાસેથી ફિલ્મમાં બિકીની પહેરવાની પરવાનગી માંગી હતી.ઈશાએ જ્યારે પૂછ્યું તો હેમા માલિનીએ કહ્યું, "હા, પહેરો, એમાં શું વાંધો છે? તમે તેને રજાઓમાં બહાર પહેરો છો, પરંતુ એક વાત અંદર રાખો. ધ્યાનમાં રાખો કે તે સારી રીતે શૂટ કરવું જોઈએ.