1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (16:01 IST)

Renjusha Menon: દિગ્ગ્જ અભિનેત્રીની ઘરમાં લટકતી મળી લાશ

Renjusha menon
Renjusha menon

મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મોની અભિનેત્રી રેન્જુશા મેનન તેમના તિરુવનંતપુર શ્રીકાર્યમમાં પોતાના ફ્લેટમાં અંદર ફાંસી પર લટકેલી જોવા મળી છે. અભિનેત્રી મુખ્ય રૂપથી અનેક ટેલીવિઝન શો અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ ભજવી ચુકી છે. રેન્જુશા સપોર્ટિંગ રોલ કરવા માટે જ જાણીતી છે.  
 
35 વર્ષની વયમાં દુનિયાને કહ્યુ અલવિદા 
 
મલયાલમ ફિલ્મ અને ટીવી ઈંડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી રેન્જુશા મેનનને તિરુવનંતપુરમમાં પોતાના ભાડાના ફ્લેટમાં લટકેલી જોવા મળી છે. તે માત્ર 35 વર્ષની હતી. શ્રીકાર્યમ પોલીસે અભિનેત્રીની મોતની તપાસ શરૂ કરી દીધી છે. બધાને ત્યારે શક થયો જ્યારે સોમવારની સવારે તેના પરિવારને જાણ થઈ કે તેનો ફ્લેટ લાંબા સમયથી બંધ હતો. ત્યારબાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તે ફાંસીના ફંદા પર લટકેલી જોવા મળી. 
 
પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો રેંજુષાનો મૃતદેહ 
 
રેંજુષાના મૃત્યુનું કારણ જાણવા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મામલાની તપાસ ચાલી રહી છે. રેંજુષા મેનન એક પ્રખ્યાત અભિનેત્રી હતી જેણે ઘણી ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે કેટલીક મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
 
ટ્રેંડ ભરતનાટ્યમ ડાંસર પણ હતી રેન્જુશા 
રેન્જુશાને સ્ત્રી, નિજાલટ્ટમ, મૈગાલુડે અમ્મા અને બાલામણિ જેવા તેમના દ્વારા નિભાવેલા પાત્રો માટે ઓળખવામાં આવે છે.  અભિનય ઉપરાંત રેન્જુશા એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ હતી.  તેમના પરિવારે તેમના પિતા સી. જી રવીદ્રનાથ અને માતા ઉમાદેવી છે.