1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2024 (16:31 IST)

Children's Day પર કાજોલે લખી પ્રેમ ભરી નોટ, બાળકો સાથે ફોટો શેયર કરી લુટાવ્યો પ્રેમ

બોલિવૂડ અભિનેત્રી કાજોલે બાળ દિવસ નિમિત્તે પોતાના બાળકોની તસવીરો શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી છે. આ ખાસ અવસર પર કાજોલે તેના પુત્ર યુગ અને પુત્રી ન્યાસા સાથે સુંદર તસવીરો શેર કરી અને એક ઈમોશનલ નોટ પણ લખી. કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર યુગ અને ન્યાસા સાથેની બે તસવીરો શેર કરી અને લખ્યું, 'હું બાળકોને પ્રેમ કરું છું કારણ કે તેઓ હજુ સુધી તેમની ઈમાનદારી અને જીવન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યા નથી. એક બિંદુ પછી આપણે બધાનું એક જ ધ્યેય છે.. મુક્ત થવાનું.. તે નથી! તે બધા બાળકોને, જે મારા છે અને જે નથી.. આપ સૌને બાળ દિવસની શુભકામનાઓ. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે દો પત્તીના શૂટિંગ દરમિયાન છોકરીઓને ઓટોગ્રાફ આપતી જોવા મળી રહી છે. કાજોલ પણ તેની સાથે વાત કરતી જોવા મળી રહી છે. કાજોલ અને અજય દેવગનના લગ્ન 1999માં થયા હતા. તેમને બે બાળકો છે:   પુત્રી ન્યાસા અને પુત્ર યુગ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)



 

   

દો પત્તીમા જોવા મળ્યો અભિનયનો જલવો 
કાજોલે તાજેતરમાં ગયા મહિને કૃતિ સેનન સાથે ફિલ્મ દો પત્તીમાં જોવા મળી હતી. આ ફિલ્મ શશાંક ચતુર્વેદીએ ડાયરેક્ટ કરી હતી અને તેની સ્ટોરી કનિકા ઢિલ્લોએ લખી હતી. કાજોલ સાથે ફિલ્મમાં કૃતિ સૈનન જોવા મળી હતી. કૃતિ સેનન પહેલીવાર પડદા પર ડબલ રોલ ભજવ્યો છે. ફિલ્મમાં કૃતિએ ટ્વિંસ બહેનો સૌમ્યા અને શૈલીનો રોલ ભજવ્યો હતો. જેની આસપાસ  ફિલ્મની સ્ટોરી ફરે છે. 
 
પ્રભુદેવાની ફિલ્મમાં જોવા મળશે કાજોલ 
કાજોલ પોતાની અપકમિંગ ફિલ્મ મહારાગ્નિ - ક્વીન ઓફ ક્વીંસમાં જોવા મળશે. કાજોલ સાથે આ ફિલ્મમાં પ્રભુદેવા પણ લીડ રોલમાં છે.   હાલમાં જ અજય દેવગને તેના ઈન્સ્ટાગ્રામ પર તેનું ટીઝર પણ પોસ્ટ કર્યું હતું. આ ફિલ્મમાં કાજોલનું પાત્ર ખૂબ જ મજબૂત બનવાનું છે. કાજોલ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.