મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2024 (11:39 IST)

Prabhas-Anushka Love Story: બાહુબલી માટે અત્યાર સુધી કુંવારી બેસી છે 43 વર્ષની અભિનેત્રી, મંડપ સુધી જતા પહેલા જ લાગી ગઈ નજર

HBD Anushka shetty

anushka shetty
anushka shetty
HBD Anushka shetty  સાઉથ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 43મો જનમદિવસ ઉજવી રહી છે. પોતાની ફિલ્મો અને સુંદરતા માટે ઑળખાનારી અભિનેત્રીએ આજ સુધી લગ્ન નથી કર્યા. અભિનેત્રીનુ નામ મોટેભાગે તેમના કો-સ્ટાર સાથે જોડાતુ આવ્યુ છે. તેમની અને પ્રભાસની આ સ્ટોરી ખૂબ પૉપુલર છે. 
 
કોને માટે કુંવારી બેસી છે અનુષ્કા શેટ્ટી 
 
બાહુબલીની દેવસેના ઈંડસ્ટ્રીનો ચમકતો સિતારો છે. અનુષ્કા શેટ્ટીએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યુ. અનુષ્કાએ આજ સુધી લગ્ન નથી કર્યા. તેમનુ નામ અત્યાર સુધી તેમના કો સ્ટાર પ્રભાસ સાથે જોડાય ચુક્યુ છે. પણ આ સંબંધ કેવી રીતે શરૂ થયો અને વાત આગળ કેમ ન વધી શકી જાણો સંપૂર્ણ સ્ટોરી 
 
અનુષ્કા શેટ્ટીનો જન્મદિવસ 
બાહુબલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 43 મો જનમ દિવસ ઉજવી રહી છે. પોતાની શાનદાર ફિલ્મોમાં ફેંસના દિલો પર રાજ કરનારી અનુષ્કા શેટ્ટીએ આજસુધી લગ્ન કર્યા નથી. તેમનુ નામ અનેક વાર કો સ્ટાર પ્રભાસ સાથે જોડાય ચુક્યુ છે. 
prabhas anushka
prabhas anushka
પહેલી જ ફિલ્મથી હિટ થઈ હતી જોડી 
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીએ  એકસાથે પહેલી ફિલ્મ બિલ્લામાં કામ કર્યુ હતુ.  આ ફિલ્મમાં બંનેની જોડીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો.  ઓનસ્ક્રીન આ જોડી એટલી હિટ થઈ કે ફેંસ તેમને ફરીથી સાથે જોવાની ડિમાંડ કરવા લાગ્યા.  આ ફિલ્મ પછી બંનેયે અનેક ફિલ્મમાં સાથે કામ કર્યુ.  
સંબંધોની શરૂઆત - એવુ કહેવાય છે કે પહેલી જ ફિલ્મના સેટ પર બંનેની દોસ્તી પાક્કી બની ગઈ હતી. પ્રભાસ-અનુષ્કા સારા મિત્રો બની ગયા હતા. તેઓ જ્યારે પણ ક્યાય સાથે જોવા મળતા તો લોકો તેમની વચ્ચે અફેયરની ચર્ચા કરતા.  જો કે ક્યારેય સ્ટારે આ વાતને હવા આપી નહી અને મૌન રહ્યા. 
અનુષ્કાને પ્રેમ કરતા હતા પ્રભાસ 
મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રભાસ અનુષ્કાને પસંદ કરતા હતા. પ્રભાસે પોતાના ઘરે અનુષ્કા સાથે લગ્ન સુધીની વાત કરી લીધી હતી.  એવુ કહેવાય રહ્યુ છે કે કપલ સગાએ પણ કરવાનુ હતુ પણ વાત બનતા બનતા બગડી ગઈ. 
 
બાહુબલીએ કરી નાખી કમાલ - લગ્ન અને સગાઈની અટકળો પછી અનુષ્કા અને પ્રભાસની ફિલ્મ બાહુબલીમાં બંનેની જોડીએ એવો ઈતિહાસ રચ્યો કે તે સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ગઈ. આ ફિલ્મ પછી તેમના સંબંધોને લઈને ચર્ચા થવા માંડી કે હવે બંને સાથે રહેવા લાગ્યા છે. 
Anushka Shetty
Anushka Shetty
અનુષ્કાનુ અફેયર 
એવુ કહેવાય છે કે અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ બંને સાઉથનો જ ઉભરતો સિતારો હતા. એ સમયે પ્રભાસ પોતાની ફિલ્મો પર ધ્યાન આપી રહ્યા હતા અને અનુષ્કા શેટ્ટીનુ નામ કોઈ સીનિયર સાથે જોડાયુ હતુ. આ જાણ થયા પછી પ્રભાસ અનુષ્કાથી પોતે જ દૂર થઈ ગયા અને તેમના સંબંધોમાં દરાર આવી ગઈ. 
 
દોસ્તીની આપી ઓળખ 
અનુષ્કા અને પ્રભાસે હંમેશા મીડિયા સામે પોતાના સબંધોને દોસ્તીનુ નામ આપ્યુ. ન તો અનુષ્કા અને કે ન તો પ્રભાસે કહ્યુ કે તે બંને પ્રેમમાં છે. આજે પણ સ્ટાર્સ સારા મિત્રો છે પણ તેમનુ જુદુ જુદુ રહેવુ ફેન્સને પસંદ નથી આવી રહ્યુ.