કપિલ શર્માના ઘરે દીકરીએ જન્મ લીધું

Last Modified મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (10:58 IST)
કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચત્રથ માતાપિતા બન્યા છે. ગિન્નીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. કપિલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'અમારી પુત્રીનો જન્મ થયો છે. તમારા આશીર્વાદ જરૂરી છે. બધાને પ્રેમ. જય માતા દી કપિલના ટ્વીટ બાદ ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું.
કપિલે આ ટ્વીટ સવારે 3.30 વાગ્યે કર્યું છે. રાપર ગુરુ રંધાવાએ કપિલને અભિનંદન આપતાં લખ્યું કે 'અભિનંદન મેરે પાજી. હું સત્તાવાર રીતે કાકા બની ગયો. ' અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ કપિલને અભિનંદન આપ્યા હતા. તેણે લખ્યું કે, 'દીકરી તમને ખૂબ ખૂબ અભિનંદન.


આ પણ વાંચો :