રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 28 ઑક્ટોબર 2017 (14:34 IST)

બાહુબલીએ એવુ શુ માંગી લીધુ કે કરણ જોહર ગભરાય ગયા

પ્રભાસની બાહુબલી શ્રેણીનું હિન્દી વર્ઝનને પ્રેજેંટ કરનારા કરણ જોહરે પ્રભાસને બોલીવુડમાં લોન્ચ કરવા પરથી હાથ પાછળ ખેંચી લીધા છે. વરુણ ધવન આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા એક્ટરોને લોંચ કરનારા કરણ જોહરનો ઈરાદો પ્રભાસને બોલીવુડમાં તક આપવાનો હતો પણ પ્રભાસની ફી સાંભળીને હવે તેમણે લોંચ કરવાનો ઈરાદો બદલી નાખ્યો છે. તેમનો ઈશારો તેમના તાજેતરમાં કરવામાં આવેલ એક ટ્વીટ પરથી પણ મળી જાય છે. જેમા તેમણે લખ્યુ ડિયર એમ્બીશન.. તારે જો તારી ક્ષમતાનો ઉપયોગ કરવો છે તો તારે તારા અસલી અભિષાપથી દૂર રહેવુ પડશે.. કમ્પેરિઝન (તુલના) 
 
 
તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ વિશે કહેવાય છે કે તેમણે બોલીવુડમાં લોંચ ના બદલે મોટી રકમ માંગી હતી. સૂત્રો મુજબ પ્રભાસે 20 કરોડ રોપિયાની માંગ કરી હતી. એવુ કહેવાય છે કે આ ફી કરણ જોહરના ગળે ન ઉતરી કારણ કે કોઈ ડેબ્યૂ સ્ટાર માટે આ ખૂબ મોટી રકમ છે.