કરીના કપૂરની ડિલીવરી ડેટનો પિતાએ રણધીર કપૂરે કર્યો ખુલાસો
અભિનેત્રી કરીના કપૂર અને સેફ અલી ખાનના ઘરે ટૂંક સમયમાં જ નાનકડો મહેમાન આવવાનો છે. કરીના પ્રેગનેંટ છે અને ડિસેમ્બર મહિનામાં મા બનવાની છે. બીજી બાજુ તાજેતરમાં જ કરીનાના પિતા રણધીર કપૂરે કરીનાની ડિલીવરી ડેટનો ખુલાસો કર્યો છે.
રણધીરે કહ્યુ, 'કરીના પોતાની પ્રેગનેંસીને સારી રીતે હેંડલ કરી રહી છે. અમે બધાને કરીનાના બાળકને ખોળામાં લેવા ઉત્સાહિત છીએ. કરીના એકદમ સ્વસ્થ છે અને તેની ડિલીવરી ડેટ 20 ડિસેમ્બર છે. મને આ વાતની માહિતી નથી કે કરીનાની ડિલીવરી નોર્મલ હશે કે સર્જરીથી.'
કરીના પ્રેગનેંસી ઈંજોય કરી રહી છે. ખાસ વાત તો એ છે કે કરીનાએ પ્રેગ્નેંસી છતા કોઈ બ્રેક લીધો નથી. ક્યારેક તે બહેન કરીશ્મા કપૂર અને મિત્રો સથે આઉટિંગ કરતી દેખાય છે. ખુદ કરીનાએ જણાવ્યુ કે તે મા બનવાને લઈને ખૂબ ઉત્સાહિત છે અને આ અવસરને ખૂબ એંજોય કરી રહી છે.