મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 8 ડિસેમ્બર 2018 (17:11 IST)

કેદારનાથ સામે ફીકી પડી 2.0, પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી c

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ આ શુક્રવારેરજુ થઈ ગઈ છે. તાજેતરમાં જ એવુ સાંભળવા મળ્યુ છે કે આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. સૂત્રોનુ માનીએ તો આ ફિલ્મએ પ્રથમ દિવસે જ લગભગ 5 થી 7 કરોડની કમાણી કરી લીધી છે. આ કમાણીને સારી માનવામાં આવી રહી છે. આ સાથે જ સારા અલી ખાનની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. 
 
તાજેતરમાં જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉંટ પરથી ફિલ્મના પહેલા દિવસની કમાણી બતાવી છે. સૂત્રો મુજબ કેદારનાથે પહેલા દિવસે 7.25 કરોડની કમાણી કરી લીધી છે.  આ સાથે જ ફિલ્મના દર્શકો તરફથી મિશ્રિત વ્યૂઝ પણ મળી રહ્યા છે. સૌથી વધુ તો સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો બીજી બાજુ સારાની એક્ટિંગના વખાણ તો ટ્રેલર આવ્યા પછી થી જ થઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને 2000 સ્ક્રીંસ પર રજુ કરવામાં આવી છે. 
 
આ ફિલ્મનુ કુલ બજેટ 60 કરોડનુ બતાવ્યુ છે. જો કે આજે અને કાલના દિવસે ફિલ્મ માટે ખૂબ જ ખાસ રહેવાનુ છે. અને જોવાનુ એ છે કે વીકેંટ પર કેદારનાથ આપમેળે કેટલી કમાણી કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે આ મહિને સારા અલી ખાનની બીજી ફિલ્મ સિમ્બા પણ રજુ થવાની છે.  આવામાં સારા માટે વર્ષનો અંતિમ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે.