શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 8 ડિસેમ્બર 2018 (14:22 IST)

અમદાવાદમાં 19 હજાર રિક્ષાના પાર્કિંગ માટે 3020 સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા

અમદાવાદમા જાહેર રોડ પર આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવતી હતી. જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. આ ટ્રાફિક સમસ્યા માટે પ્રથમ વખત પોલીસે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કુલ ૧૯ હજાર રિક્ષાઓ માટે ૩૦૧૨૦ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના સ્ટેન્ડ એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સંયુક્ત અભિયાન ચલાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘણો ફરક પડી ગયો હતો. પરંતુ રિક્ષા ચાલકો ચાર રસ્તા અને જાહેર સ્થળોએ પોતાની રિક્ષાઓ પાર્ક કરતા હતા જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી બીજીતરફ રિક્ષા એસોસીએશનની માંગણીને ધ્યાન રાખીને પોલીસ કમિશનરે આજે રિક્ષા માટે સ્ડેન્ડની જાહેરાત કરી હતી. તેમ છતાં રિક્ષા ચાલકો આડેધડ પાર્ક કરશે તો તેઓ સામે પગલાં ભરવામાં આવશે.