બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (16:51 IST)

વિશ્વ એઈડ્સ દિવસઃ ગુજરાતમાં એચઆઇવીના 1.40 લાખ દર્દી નોંધાયા, સુરતમાં સૌથી વધુ 10 હજાર

અન્ય રોગો ની સરખામણીમાં એચઆઇવી  / એઇડ્સના દર્દીએ સમાજ વચ્ચે જીવવામાં અનેક માનસિક તાણમાંથી પસાર થવું પડે છે. આ દર્દીઓના ચારિત્ર્ય  અંગે અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર  શંકા થાય છે. 'તમારી એચ.આઇ.વી તપાસ કરાવો, એચઆઇવી અટકાવી શકાય છે એઇડ્સની સારવાર ઉપલબ્ધ છે' ના સૂત્ર સાથે આ વર્ષે તા.૧ ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાશે. ગુજરાતમાં એચઆઇવી એઇડ્સના ૧.૪૦ લાખ દર્દી પૈકી સુરતમાં ૧૦ હજારથી વધુ દર્દી છે.

સુરત ગૅવમેન્ટ મેડિકલ કોલેજના પીએસએમ વિભાગ વડા ડો.જે. કે  કોસંબીયા એ જણાવ્યું કે, ભારતમાં નાર્કો  દ્વારા એઇડસની પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમની સારવાર  જીદગીભર માટે મફત છે. અત્યાર સુધીમાં અટકાયત માટે જનજાગૃતિ માટે  નિરેાધ વપરાશ, જાતીય રોગ ની સારવાર અને જોખમી જૂથોની દરમિયાનગીરી જેવા કે ફેમેલ સેક્સ વર્કર, હોમોસેક્સ્યુઅલ અને નસ મારફત ઇન્જેક્શન લેનારાઓ માટે  કાર્યક્રમ કરવામાં આવતા હતા. પણ એક વર્ષથી ભારતમાં નાર્કો દ્વારા ઘણા પગલા લેવાયા છે.


ટેસ્ટ એન્ડ ટ્રીટ કરાવો અને એચઆઇવી પોઝિટીવ હોય તો તરત સારવાર લ્યો. અત્યારસુધી લોહીમાં રહેલા સીડી ફોર શ્વેતકણ ની સંખ્યા આધારે એઇડસના દર્દીની સારવાર શરૂ થતી હતી. પરંતુ ટેસ્ટ એન્ડ ટ્રીટની  પોલીસી અંતર્ગત તમામ એચ.આઇ.વી પોઝિટિવ ની પહેલા દિવસથી જ સારવાર શરુ થાય છે. મહાનગર પાલિકાના ૫૦ અર્બન હેલ્થ સેન્ટર, સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર અને ટેસ્ટ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ૩.૬૯ કરોડ એઇડ્સના દર્દી છે ભારતમાં અંદાજિત ૨૧.૪૦ લાખ અને  ગુજરાતમાં ૧.૪૦ લાખ દર્દી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૧૦ હજારથી વધુ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

કચ્છની વાત કરીએ તો ૨૦૧૭ના જાન્યુઆરીથી ઓક્ટોબર એમ દસ માસમાં ૩૨૨ દર્દીઓ નોંધાયા હતા જ્યારે ૨૦૧૮માં આ રોગના દર્દીઓની સંખ્યામાં ૧૯નો વાધારો નોંધાતા ચાલુ સાલે ૨૦૧૮માં છેલ્લા દસ માસમાં ૩૪૧ સ્ત્રી-પુરૃષ દર્દીઓ ચોપડે ચડયા છે.એચઆઈવી-એઈડ્સના દર્દીઓની સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં એઆરટી સેન્ટર ચાલે છે. આ સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૦૧૮માં જાન્યુઆરીથી ઓકટોબર એમ દસ માસ દરમિયાન એઈડ્સના ૩૪૧ દર્દીઓ નોંધાયા જયારે ગત સાલે ૨૦૧૭માં જાન્યુઆરીથી ઓકટોબર દરમિયાન ૩૨૨ દર્દીઓ નોંધાયા હતા. 

આમ, ગત સાલની તુલનાએ ૧૯ કેસોનો વાધારો થયો છે. તો બીજી તરફ એઈડ્સાથી મોત થવાના કેસોની વાત કરીએ તો ૨૦૧૮માં ૧૦ દર્દીઓના મોત થયા હતા જયારે ૨૦૧૭માં ૨૫ દર્દીઓ મોતને ભેટયા હતા. આ અંગે વધુ માહિતી આપતા એઆરટી સેન્ટરના રેખાબેન વિશ્વકર્માએ જણાવ્યુ હતુ કે, એચઆઈવી પોઝીટીવ આવ્યા બાદ એચઆઈવી સીડી ફોર ટેસ્ટ કરવામાં આવે છે. જેાથી, રોગ પ્રતિકારક શક્તિ જાણ્યા બાદ દવા આપવામાં આવે છે. આદિપુર, માંડવી, ભચાઉ અને અંજારમાં સેન્ટરો આવેલા છે જયાં દર્દીઓને સારવારની સાથે કાઉન્સીલીંગ કરવામાં આવે છે.

સરકારી યોજનાઓ તળે દરેક દર્દીઓને ૫૦૦ની સહાય આપવામાં આવે છે. તેમજ એચઆઈવી ગ્રસ્ત માતા-પિતાના બાળકોને શિષ્યવૃતિ પણ આપવામાં આવે છે. ભુજમાં ૩-૨-૨૦૧૦થી સેન્ટર શરૃ કરાયા બાદ અત્યાર સુાધીમાં ૪૫૦૦ દર્દીઓ નોંધાયેલા છે. જેમાંથી ૨૩૦૦ દર્દીઓ દર મહિને સારવાર મેળવે છે.