દુર્ઘટના - કાશ્મીરના પુંછમાં 100 મીટર ઊંડી ખીણમાં ગબડી બસ, 11ના મોત, 19 ઘાયલ

શ્રીનગર.| Last Modified શનિવાર, 8 ડિસેમ્બર 2018 (13:05 IST)

જમ્મુ કાશ્મીરના પુંછ જીલ્લામાં શનિવારે એક બસ હાઈવે પરથી ગબડીન 100 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. દુર્ઘટનામાં 11 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે 19 મુસાફરો ઘાયલ છે. બસ લોરાનથી પુંછ તરફ જઈ રહી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે દુર્ઘટના મંડી ક્ષેત્રના પલેરા વિસ્તારમાં બની. પોલી અને પ્રશાસનની ટીમો સ્થાનીક લોકોની મદદથી રાહત કાર્યમાં લાગી છે.
પોલીસ મુજબ ઘાયલોમાં ચારથી પાંચની હાલત ગંભીર છે. જેમણે વિસ્તાર માટે જમ્મુ મોકલવામાં આવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે બસ ઓવરલોડ હતી. વળાંક પર ડ્રાઈવરે તેના પરથી નિયંત્રણ ગુમાવી દીધુ અને ખીણમાં ખાબકી ગઈ.


આ પણ વાંચો :