મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 7 મે 2022 (13:24 IST)

KGF: Chapter 2 ફેમ Mohan Junejaનુ નિધન , બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા

KGF ચેપ્ટર 2 ફેમ એક્ટર મોહન જુનેજા(Mohan Juneja)નુ  7 મે 2022ના રોજ સવારે અવસાન થયું.
તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાએ બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પોતાની કોમેડીથી લોકોને હસાવનાર મોહને આજે બધાની આંખો ભીની કરીને આ દુનિયા છોડી દીધી. તેમની અચાનક વિદાયથી સૌ કોઈને આઘાત લાગ્યો છે. સમાચાર અનુસાર, તેમના અંતિમ સંસ્કાર પણ આજે કરવામાં આવશે.
 
મોહન જુનેજાએ પોતાની કેરિયરની શરૂઆત કોમેડિયન તરીકે કરી હતી. KGFમાં પત્રકાર આનંદના બાતમીદારની ભૂમિકા ભજવી હતી. તેમણે અગાઉ અનેક તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેની કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મો આપી હતી. તે KGF ચેપ્ટર 1 અને KGF ચેપ્ટર 2 માં પણ દેખાયો. અભિનેતા અને કોમેડિયનને ફિલ્મ 'ચેતલા'થી મોટો બ્રેક મળ્યો છે. આ ફિલ્મમાં તેની ભૂમિકાએ દર્શકોના દિલમાં ઘર કરી લીધું હતું, જેને હવે તે ભાગ્યે જ ભૂલી શકશે