લવયાત્રી પર ભારે પડી તબ્બુ અને આયુષ્યમાનની ફિલ્મ અંધાધુંધ

Last Modified શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:58 IST)
આ શુક્રવારે રજુ થયેલી ફિલ્મ અંધાધુંધ આયુષ્યમાન ખુરાના તબ્બુ અને રાધિકા આપ્ટે જેવા કલાકારોથી સજેલી છે. એક આરજેમાંથી અભિનેતા બનેલા આયુષ્યમાન બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે.
ફિલ્મ દર ફિલ્મએ તેમની ફેસ વેલ્યુ વધતી જઈ રહી છે.

બીજી બાજુ સલમાન ખાને જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મને હિટ કરાવવા માટે કોઇ જ કસર છોડી નથી, પરતું હવે એવું લાગે છે કે સલમાન ખાનનું આ સપનુ ફક્ત સપનુ રહી જશે. ‘લવયાત્રી’ ફિલ્મનું ઑપનિંગ બૉક્સ ઑફિસ પર ઘણું જ ખરાબ રહ્યું તે તેના ઑપનિંગ ડે કલેક્શન પરથી જોઇ શકાય છે. ‘લવરાત્રી’ ફિલ્મની સાથે આયુષ્યમાન ખુરાનાની ‘અંધાધુન’ પણ રીલીઝ થઈ છે જેણે પહેલા દિવસે કલેક્શન મામલે ‘લવયાત્રી’ને માત આપી છે.


આ પણ વાંચો :