1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 જૂન 2024 (12:32 IST)

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

sonakshi sinha
sonakshi sinha
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. પણ અભિનેત્રીનો પરિવાર આ લગ્ન વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અભિનેત્રીનો ભાઈ સતત સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેયર કરીને ફેંસની ચિંતા વધારી રહ્યા છે. 
 
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની લાઈફનુ નવુ ચેપ્ટર શરૂ કરવા માટે તૈયાર છે. સોનાક્ષી સિન્હા લાંબા સમયથી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. હવે બંને એકબીજાના થવા જઈ રહ્યા છે.. જો કે સોનાક્ષી સિન્હાના લગ્નથી તેમનો પરિવાર દૂર જોવા મળી રહ્યો છે. ન તો અત્યાર સુધી તેમના પિતાએ આ સમાચારને લઈને સત્તાવાર કશુ કહ્યુ છે કે ન તો કોઈ અન્ય ફેમિલી મેમ્બરે.  પણ હા સોનાક્ષી સિન્હાનો ભાઈ લવ સિન્હા સતત ક્રિપ્ટિક પોસ્ટ શેયર કરી રહ્યો છે. જેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે જાણે તે આ લગ્નથી ખુશ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Luv Sinha (@luvsinha)

લવ સિન્હાની પોસ્ટે ફેંસને કર્યા હેરાન 
જી હા જ્યારે થોડા દિવસ પહેલા લવ સિન્હાએ પોતાના ઈસ્ટા પર પોતાની બાકૂ વેકેશનની તસ્વીર શેયર કરતા કેપ્શન લખ્યુ હતુ - સમય સાથે સમસ્યા એ છે કે આપણી પાસે ક્યારેય પણ પર્યાપ્ત હોતો નથી. બીજી બાજુ તાજેતરમાં લવ સિન્હાએ એક વધુ ક્રિપ્ટિક પોસ્ટ શેયર કરી ફેંસની ચિંતા વધારી દીધી છે. લવ સિન્હાએ તાજેતરમાં પોતાના ઈસ્ટા પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં તે ગુસ્સ્સામાં જોવા મળી રહ્યો છે.  બીજી બાજુ પોતાના આ તસ્વીરને શેયર કરતા લવે કેપ્શનમાં લખ્યુ છે - આજે તમે કયા પક્ષની તરફ રહેશો ? આ સાથે જ લવે #ટૂફેસ #ડુઓટોન #ડુઅલિટી #થ્રોબેક #પોટ્રેટ જેવા કેટલાક હૈશ ટૈગ પણ યુઝ કર્યા છે.  હવે લવની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. ફેંસ લવને આ પોસ્ટને સોનાક્ષીના લગ્ન સાત હે જોડીને જોઈ રહ્યા છે અને જુદા જુદા મતલબ કાઢી રહ્યા છે. બીજી બાજુ તમને જાણીને હેરાની થશે કે લવ પોતાની બહેન સોનાક્ષીને ઈસ્ટાગ્રામ પર ફોલો પણ નથી કરી રહ્યો.  એટલુ જ નહી સોનાક્ષીની માતા પૂનમ પણ પુત્રીને ફોલો નથી કરતા. બીજી બાજુ સોનાક્ષી સિન્હા પણ પોતાની માતાને ઈસ્ટાગ્રામ પર ફોલો નથી કરતી. હવે આવામાં આ બધુ જોઈને એવુ લાગી રહ્યુ છે કે સોનાક્ષીના લગ્નથી તેનો પરિવાર નાખુશ છે.  આ બધા પાછળ હકીકત શુ છે એ તો સમય સાથે જાણ થશે. 
 
કોણ છે સિન્હા પરિવારનો થનારો જમાઈ ?
ઉલ્લેખનીય છે કે ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન ફેમિલી સાથે રિલેશન ધરાવે છે. તેના પિતા ઈકબાલ રતાંસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે. ઝહીરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2019માં ફિલ્મ નોટબુક થી ડેબ્યુ કર્યુ હતુ. પહેલીવાર સોનાક્ષી ઝહીરની સાથે ફિલ્મ ડબલ એક્સલમાં કામ કર્યુ છે.  જો કે બંનેની પહેલી મુલાકત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી.  જ્યારબાદ પહેલા બંને વચ્ચે મૈત્રી થઈ અને પછી તેમને એકબીજા સાથે પ્રેમ થયો.  જો કે આ કપલે હંમેશા પોતાના સંબંધોને ખૂબ જ પ્રાઈવેટ રાખ્યા છે. પરંતુ તેની પબ્લિક અપીયરેંસ અને સોશિયલ મીડિયા પોસ્ટ તેમની લવ સ્ટોરી બતાવતી રહી છે.  બીજી બાજુ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી ફાઈનલી આ કપલ હવે 23 જૂનના રોજ  લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.