સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (20:39 IST)

VIDEO: 55 વર્ષના મિલિંદ સોમનની રન ફોર યુનિટી, મુંબઈથી Statue Of Unity સુધી પગપાળા યાત્રા શરૂ

બોલીવુડ અભિનેતા અને મૉડલ મિલિંદ સોમન (Milind Soman) હંમેશા પોતાની ફિટનેસને લઈને ચેલેંજ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર મિલિંદનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા પગપાળા મુંબઈથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યૂનિટી  (Statue Of Unity ) સુધીની યાત્રા પર નીકળ્યા છે. 
 
મિલિંદ સોમન હંમેશા કંઈક એવુ કરી જાય છે જે લોકોને પ્રેરણાથી ભરી નાખે છે. અશક્ય જેવુ લાગનારુ કામ પણ 55 વર્ષના એક્ટર મૉડલ એટલુ સહેલાઈથી કરી લે છે કે જેમા યુવા કરતા ગભરાય છે. કંઈક આવો જ ચેલેંજ તેમણે  પોતાની જાતને આપ્યો છે. મિલિંદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મુંબઈના દાદર વિસ્તારથી અમદાવાદ, ગુજરાતમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી ચાલતા જતા જોવા મળી રહ્યા છે. સરદાર પટેલની આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સુધી તેઓ 450 કિમીની યાત્રા પર નીકળ્યા છે.
 
 વીડિયોમાં સફેદ ટી-શર્ટ અને કાળા રંગનું હાફ પેન્ટ પહેરીને મિલિંદ સોમન રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. કેટલાક અન્ય લોકો પણ તેમની સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે.