સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 18 ઑગસ્ટ 2021 (22:14 IST)

તાલીબાનીઓ પર પોસ્ટ કર્યા પછી કંગના રનૌતનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ થયુ હૈક, અભિનેત્રીનો દાવો - ઈંટરનેશનલ ષડયંત્ર

કંગના રનૌત બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જે દરેક સમયે ચર્ચામાં રહે છે આવામાં હવે અભિનેત્રીને પોતાની લેટેસ્ટ પોસ્ટમાં બતાવ્યુ કે ગઈકાલે રાત્રે તેનુ ઈસ્ટાગ્રામ એકાઉંટ હૈક થઈ ગયુ હતુ. કંગનાએ પોતાના ઈસ્ટગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ નાખી છે. જેમા તેણે લખ્યુ છે કે તેને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી. જ્યારબાદ તેને ઈસ્ટાગ્રામના લોકોને કૉલ કર્યો અને ત્યારે જઈને તે તેને ચલાવી શકી. અભિનેત્રી મુજબ, તાલિબાનીઓ પર પોસ્ટ કર્યા પછી તેનુ એકાઉંટ હૈક થઈ ગયુ હતુ. 
 
કંગના રાણાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "ગઈકાલે રાત્રે મને ઈન્સ્ટાગ્રામ એલર્ટ મળ્યું કે કોઈએ ચીનથી મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. અલર્ટ અચાનક બંધ થઈ ગયુ અને આજે સવારે તાલિબાન વિશેની મારી બધી સ્ટોરીઓ ગાયબ હતી. મારું ખાતું બંધ હતું. મેં ઇન્સ્ટાગ્રામના લોકોને ફોન કરીને તેની એક્સેસ મેળવી, પરંતુ જ્યારે પણ હું કંઇક લખવાનો પ્રયત્ન કરુ છુ તો હું વારંવાર ખાતામાંથી લોગ આઉટ થઈ જાઉ છું. આ સ્ટોરી લખવા માટે મારે મારી બહેનનો ફોન લેવો પડ્યો, કારણ કે મારું એકાઉન્ટ તેના ફોનમાં પણ ખુલ્લું છે. આ એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે. ”
 
ઉલ્લેખનીય  છે કે  માર્ચ મહિનામાં કંગના રાણાવતનું ટ્વિટર એકાઉન્ટ પણ ટ્વિટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રતિબંધ પછી, કંગનાએ કહ્યું હતું કે તે હવે ઇન્સ્ટાગ્રામ પર પણ બેન થવાની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે જો આવું થશે તો આ તેમના માટે બેઝ ઓફ ઓનર રહેશે.