નીતુ કપૂરે પુત્ર રણબીરનો ભજન ગાતો વીડિયો શેયર કરીને આપી નવરાત્રીની શુભકામનાઓ

Last Modified શનિવાર, 17 ઑક્ટોબર 2020 (19:40 IST)
રણબીર કપૂરની માતા નીતુ કપૂરે નવરાત્રી શરૂ થવા બદલ પોતાના સોશિયલ મીડિયા પર એક મ્યુઝિક વીડિયો શેર કર્યો છે જેમા રણબીર કપૂર હાથમાં ગિટાર લઈને માતા કી ચોકીની સામે ભજન ગાઇ રહ્યો છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા નીતુ કપૂરે લખ્યું છે, 'જય માતા દી'. વીડિયોમાં રણબીર કપૂર હાથમાં ગિટાર લઈને શેરાવલીની માતાનું ગીત ગાઇ રહ્યો છે. આ વિડિઓ ક્લિપ ખૂબ પસંદ કરવામાંઆવી રહી છે. કેટલાક ચાહકો તેના પર જય માતા દી લખી રહ્યા છે, અન્ય લોકો સ્માઈલી અને દિલ મોકલી રહ્યા
છે.
ચાહકોની સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કરિશ્મા કપૂર, નીના ગુપ્તા, અનુષ્કા શર્માથી માંડીને અમિતાભ બચ્ચનને પણ આ પોસ્ટ પસંદ કરી છે. આ સાથે બહેન રિદ્ધિમા કપૂરે પ્રેયર ઇમોજી સાથેપોસ્ટ પર કમેંટ
કરી છે.આ પણ વાંચો :