ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (12:00 IST)

Mouni Roy Wedding Photos- મૌની રોય બની મિસેજ સૂરજ નામ્બિયાર, શું તમે તેના લગ્નની આ સુંદર તસવીરો જોઈ?

Photo : Instagram
ટીવી જગતમાં નાગિનના નામે ફેમસ થઈ એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) 27 જાન્યુઆરીને તેમના લાંગ ટર્મ બ્વાયફ્રેડ સૂરજ નાંબિયારની  (Suraj Nambiyar)  સાથે લગ્ન કરશે. મૌની રૉયના પ્રી-વેડિંગ ફંકશન થઈ ગયા છે અને તેમની હલ્દી ફંકશનની એક પછી એક ફોટા વીડિયો સામે આવી રહી છે. જણાવી દઈએ કે સૂરજ નામ્બિયાર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી નથી. અહેવાલો અનુસાર, તે દુબઈ સ્થિત બેંકર છે. મૌની અને તેના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. મૌનીના ફેન પેજ પર ઘણી તસવીરો અને વીડિયો પણ જોવા મળે છે. લગ્ન પહેલા મૌનીએ સૂરજને ગળે લગાવતો ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાની દરેક વાત જણાવી હતી.
માત્ર નજીકના મિત્રો જ જોડાયા
મૌની રોય સૂરજ નામ્બિયારની પત્ની બની છે. 27 જાન્યુઆરીએ બંનેએ ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર વેડિંગ સેરેમનીના ફોટો અને વીડિયો ધૂમ મચાવી રહ્યા હતા. લગ્નમાં તેના ખાસ મિત્રો અર્જુન બિજલાની, મંદિરા બેદી, આશકા ગોરાડિયા સહિત નજીકના લોકોએ હાજરી આપી હતી.