સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 2 ઑક્ટોબર 2021 (19:35 IST)

Big News : સામંથા અક્કિનેની અને નાગા ચૈતન્યએ છુટાછેડા લેવાનો લીધો નિર્ણય, સોશિયલ મીડિયા પર શેયર કરી પોસ્ટ

સાઉથ ઈંડસ્ટ્રીના બેસ્ટ કપલ્સમાંથી એક નાગા ચૈતન્ય (Naga Chaitanya)અને સામંથા અક્કિનેની  (Samantha Akkineni)એ જુદા થવાનો નિર્ણય લઈ લીધો છે.  બંને વચ્ચે વિવાદના સમાચાર લાંબા સમયથી આવી રહ્યા હતા. હવે બંને છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને પોતાના જુદા થવાની માહિતી આપી છે. 
 
સામંથાએ શેયર કરતા પોસ્ટમાં લખ્યુ છે કે તેમને પતિ-પત્નીના રૂપમાં પોતાના રસ્તા જુદા કરવાનો નિર્ણય લીધો. પણ તેઓ હંમેશા દોસ્ત રહેશે. 
 
સામંથાએ શેયર કરી પોસ્ટ 

 
સામંથાએ પોસ્ટ શેયર કરીને પોતાના ફેંસને જુદા થવાની માહિતી આપી છે.  તેણે લખ્યું- અમારા બધા શુભેચ્છકોને. ઘણુ વિચાર્યા પછી મેં અને ચેયે પતિ અને પત્ની તરીકે અમારા રસ્તા અલગ કરવાનું નક્કી કર્યું છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમારી મિત્રતા દસ વર્ષથી વધુની છે જે અમારા સંબંધોનો આધાર હતો. જે હંમેશા અમારી વચ્ચે ખાસ સંબંધ રાખશે.
 
સામંથાએ આગળ લખ્યું-અમે અમારા ચાહકો, મીડિયા અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સપોર અને અમને આગળ વધવા માટે ગોપનીયતા આપે. તમારા સહકાર બદલ આભાર.