CM બન્યા બાદ સોશિયલ મીડિયા પર વધ્યા ભૂપેન્દ્ર પટેલના ફોલોવર્સ
ગુજરાતના સીએમ બનતાં જ ભૂપેન્દ્ર પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર, ઇંસ્ટાગ્રામ અને ફેસબુક પર તેમના ફોલવર્સની સંખ્યા વધતી જાય છે. ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર હેન્ડલ પર બુધવારે સાંજે 6 વાગ્યા સુધી ફોલોવર્સ સંખ્યા 108.9 K પહોંચી ગઇ છે, જ્યારે ઇંસ્ટાગ્રામ પર 37,000 (37 K)સુધી પહોંચી ગઇ છે. ટ્વીટર અને ફેસબુકે ભૂપેન્દ્ર પટેલના એકાઉન્ટને બ્લૂ ટીક પણ આપી દીધું છે.
રવિવારે સાંજ સુધી જ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર હેન્ડલ પર 40,000 ફોલોવર્સ થઇ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલે સોમવરા રાજભવનમાં મુખ્યમંત્રી પદ અને ગોપીનીયતાની શપથ લેવાની સાથે જ ઘાટલોડિયાના ધારાસભ્યના બદલે 'ગુજરાતના મુખ્યમંત્રી' ટ્વીટ કર્યું.
સોમવારે સાંજ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર પર તેમના ફોલવર્સની સંખ્યા 77 હજાર પહોંચી ગઇ છે. ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બનતા જ તેમના અનુયાયીઓની સંખ્યા અચાનક વધી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ફોલોવર્સની સંખ્યાને લોકપ્રિયતાનું 'બેરોમીટર' માનવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી સાથે તેમના ફોલોવર્સની સંખ્યા 3 ગણી વધી ગઇ છે. ગુજરાતના રાજકારણ પહેલાં વિજય રૂપાણીના 30 લાખ, નિતિન પટેલના 8.24 લાખ અને સીઆર પટેલના 2.6 લાખ ફોલોવર્સ છે.