1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (16:05 IST)

મંત્રીમંડળની રચના અને શપથવિધિ માટે પીએમ મોદી કાલે પોતે ગુજરાત આવશે.

કાલે મોદી પોતે આવશે ગુજરાત 
ગુજરાતના રાજકરણમાં ભૂકંપ આબ્વ્યો છે. ભૂપેન્દ્ર પટેલન મંત્રીમંડળની રચના અને શપથવિધિ માટે પીએમ મોદી કાલે પોતે ગુજરાત આવશે. 
 
ભાજપના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય તેવી શક્યતા છે. જેના ભાગરૂપે આજે રૂપાણી મંત્રીમંડળના નેતાઓએ ઓફિસ બંગલા ખાલી કરવા શરૂ કરી દીધા. .  
 
ગુજરાતમાં વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથ લીધા હતા. તેમણે શપથ લીધા બાદ હવે નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નવા મંત્રીઓમાં 'નૉ રિપીટ' ની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે