મંગળવાર, 23 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2024 (12:39 IST)

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

Natasha Dalal Baby Shower
Natasha Dalal Baby Shower
 વરુણ ધવન અને નતાશા દલાલ બોલીવુડના પાવર કપલમાંથી એક છે. આ વર્ષની શરૂઆતમાં બંનેયે ફેંસ સાથે પ્રેગનેંસીની ન્યુઝ શેયર કરી હતી. પછી નતાશાએ અનેકવાર બેબી બંપ સાથે પોતાની તસ્વીરો શેયર કરી. હવે રવિવારે તેમનુ બેબી શાવર સેલિબ્રેટ કરવામાં આવ્યુ. જેની એક ઝલક શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે બતાવી છે.  
 
નતાશા દલાલના બેબી શાવરની તસ્વીર 
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પોતાન સોશિયલ મીડિયા હૈંડલ ઈસ્ટાગ્રામની સ્ટોરી પર એક કેકની તસ્વીર શેયર કરી છે. આ ફોટોને શેયર કરતા મીરાએ સરસ મેસેજ સાથે કપલને શુભેચ્છા પાઠવી છે. ફોટોમાં જોઈ શકાય છે કે એક ક્યુટ ટેડી બિયર કેક જોવા મળી રહ્યો છે. 

 
આ સાથે જ કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે શુભેચ્છા વીડી અને નતાશા. આ સાથે જ મીરાએ એક પિંક કલરનુ હાર્ટ ઈમોજી પણ લગાવ્યુ છે. આ ઉપરાંત મીરાએ જાનવી ધવનના આ કેક માટે વખાણ પણ કર્યા છે. 
 
વરુણ ધવને શેયર કરી હતી ન્યુઝ 
આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેતા વરુણ ધવને પોતાના પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા હેંડલ ઈસ્ટાગ્રામ પર શેયર કર્યા હતા. વરુણે એક સુંદર ફોટો શેયર કરી હતી. જેમા તે ધૂંટણ પર બેસીને વાઈફ નતાશા દલાલને બેબી બંપને કિસ કરી રહ્યો હતો.  આ ફોટો શેયર કરતા તેમણે કેપ્શનમાં લખ્યુ હતુ કે અમે પ્રેગનેંટ છીએ. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. 
 
વર્ષ 2021માં કર્યા હતા લગ્ન 
વરુણ અને નતાશાએ વર્ષ 2021મા પરિવાર અને મિત્રોની હાજરીમાં મુંબઈથી દૂર અલીબાગમાં લગ્ન કર્યા હતા. આ કપલ બંને બાળપણથી એક બીજાને જાણે છે.  રિપોર્ટ્સ મુજબ વરુણે નતાશાને 4 વખત પ્રપોઝ કર્યુ અને નતાશાએ તેને દરેક વખતે રિજેક્ટ કર્યો હતો. પણ અભિનેતાએ હાર નહોતી માની. છેવટે નતાશાએ વરુણના પ્રેમને સમજ્યો અને હા કહી દીધુ. 


Image and Video - Twitter