શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 30 મે 2020 (17:52 IST)

Jennifer Winget ના જન્મદિવસ પર દિલ થામીને જુઓ તેમના બોલ્ડ Photos

'બેપનાહ' અભિનેત્રી જેનિફર વિંગેટ  આજે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે. 1985 માં, જેનિફરનો જન્મ મુંબઇમાં થયો હતો. જેનિફર વિગેટ એ ટીવી પરની એક સૌથી ડિમાંડિગ  અને લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક  છે. જેનિફરની સુંદરતા અને તેણીની હોટનેસ પાછળ દર્શકો પાગલ છે. 'શાકાલાકા બૂમ બૂમ' થી પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત કરનારી જેનિફરે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો છે. આજે જેનિફરના જન્મદિવસ પર જોઈએ  તેના કેટલાક સુંદર અને બોલ્ડ ફોટા.
જેનિફર વિન્ગેટની સુંદરતાના લાખો દિવાના છે. જેનિફરના ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયન ફોલોઅર્સ છે
જેનિફર વિંગેટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર  જેનિફર પોતાના એકથી એક ચઢિયાતા ફોટો  શેર કરતી રહે છે.
 
કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટે લાંબા ગાળાના અફેર પછી લગ્ન કર્યા. અઢી વર્ષ સુધી તેમના સંબંધો ખૂબ સારી રીતે ચાલ્યા હતા, પરંતુ તે પછી બંનેએ અલગ થવાનું નક્કી કર્યું.
જેનિફર વિંગેટ 'અકેલે હમ અકેલે તુમ', 'રાજા કી આયેગી બારાત', 'રાજા કો રાની સે પ્યાર ગયા', 'કુછ ના કહો' અને 'ફિર સે' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. જોકે, તેને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ વિશેષ ઓળખ મળી શકી નહી. 
જેનિફર  વિંગેટ આજકાલ બેહદ 2 ટીવી શોમાં જોવા મળી રહી છે. જેનિફરને  'બેપનાહ' અને 'બેહદ' દ્વારા ઘર-ઘરમાં ઓળખ મળી.

જેનિફર  વિંગેટ તેની ફિટનેસને લઈને ખૂબ જાગૃત રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તમને તેના ઘણા વર્કઆઉટ ફોટા  જોવા મળશે.
ટીવીની 10 સૌથી સુંદર અભિનેત્રીઓમાં એક જેનિફર વિંગેટ પણ  છે. જેનિફરના ઘણા કો-સ્ટાર તેના પર મરે છે.
જેનિફર વિંગેટનો બિકીની ફોટો જોઇને તેના ફેન્સને  જરૂર પરસેવો આવી જશે. જેનિફરના આ બોલ્ડ અવતારે સોશ્યલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે.
 
ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્જેટ તેના સેક્સી ફોટાથી ચાહકોને પાગલ બનાવી દે છે. જેનિફરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમને તેના સેક્સી ફોટા જોવા મળી  જશે