સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (00:15 IST)

PHOTO: સારા અલી ખાને લગાવી બ્લુ લિપસ્ટીક, ફેંસ બોલ્યા - વિચિત્ર પણ અલગ છે

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અભિનય ઉપરાંત  સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેની નવીનતમ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે. તાજેતરમાં તે ગોવાના વેકેશનથી પરત આવી છે. મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત છે. સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે, આ ફોટાઓની વિશેષતા એ છે કે તેમની લિપસ્ટિકનો રંગ. ઉલ્લેખનીય છે કે  સારા અલી ખાને ઘટ્ટ બ્લુ રંગની લિપસ્ટિક લગાવીને બીચ પર પોઝ આપી રહી છે.
 
ફોટો શેર કરતા સારા અલી ખાન લખે છે, 'બ્લૂ તરફ કમબેક'. આ ફોટામાં એક વ્યક્તિ પણ જોઇ શકાય છે. સારા અલી ખાનની આ તસવીરો એકદમ ડેપર છે. સારાના આ ફોટોઝ જોઈને ચાહકો એકદમ ચોંકી ગયા છે. ભૂરા રંગની લિપસ્ટિક લગાવતા તેને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યુ છે કે તમારી લિપસ્ટિક એકદમ વિચિત્ર છે, પરંતુ અલગ છે.
 
આ પહેલા સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક કેમેરાની તસવીર શેર કરતા લખ્યુ હતુ કે કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “છેવટે, હું મારા જીવનના પ્રથમ પ્રેમ પાસે પરત આવી છુ.” તેણે દિલ અને કેમેરાનો ઇમોજી પણ બનાવી. સારાની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી છે અને શેર કરવામાં આવી રહી છે.
 
હાલ સારા પાસે અનેક ફિલ્મો છે. જે એક પછી એક રીલીઝ થશે.  તેમની ફિલ્મ કુલી નંબર 1 બનીને તૈયાર થઈ ચુકી છે. રિપોર્ટ મુજબ મેકર્સ એ આ વર્ષે માર્ચના અંતિમ કે એપ્રિલના શરૂઆતમાં ફિલ્મનુ ટ્રેલર રજુ કરવાની યોજના બનાવી હતી પણ કોરોનાને કારણે ઈવેંટને ટાળવી પડી. હવે ચર્ચા એ છે કે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થઈ શકે છે. 
 
આ ઉપરાંત સારાએ તાજેતરમાં જ આનંદ એલ રાયની ફિલ્મ અંતરંગી રે પણ સાઈન કરી છે. તેમા તે અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે લીડ રોલમાં જોવા મળશે.