રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 17 જાન્યુઆરી 2024 (18:15 IST)

સુપરસ્ટારની દિકરીના લગ્નમાં સામેલ થયા પીએમ મોદી, વર વધુને આપ્યા આશીર્વાદ

Suresh Gopi
- પીએમ કેરલની પારંપારિક પોશાકમાં જોવા મળ્યા
- લગ્નમાં ઘણા સ્ટાર્સે આપી હાજરી
- મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીના સૌથી મોટા લગ્નમાંથી એક 

સાઉથ સિનેમાના અભિનેતા અને રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીની પુત્રી ભાગ્યા સુરેશના લગ્ન 17 જાન્યુઆરીએ પરિવાર અને નિકટના  મિત્રોની હાજરીમાં થયા હતા. દક્ષિણના કલાકારો મામૂટી, મોહનલાલ, દિલીપ, બીજુ મેનન પણ સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજર રહ્યા હતા. આ ભવ્ય લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર


મોદી પણ હાજર રહ્યા હતા અને નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેઓ હાથ જોડીને તેમનું સ્વાગત કરવા ઉભેલા લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા.  
 સુરેશ ગોપીની દીકરીના લગ્નમાં પહોંચ્યા મોદી  
ઉલ્લેખનીય છે  કે વડાપ્રધાને અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના પૂજા કાર્યક્રમમાંથી સમય કાઢીને આ લગ્નમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં હાજરી આપવા માટે, વડા પ્રધાન પહેલા કોચીથી હેલિકોપ્ટર દ્વારા ગુરુવાયૂર પહોંચ્યા અને પછી રોડ માર્ગે મંદિર પહોંચ્યા જ્યાં ભાગ્યના લગ્ન થઈ રહ્યા હતા. લગ્ન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા પીએમ મોદી મંદિરના દર્શન કર્યા બાદ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ કેરલની પારંપારિક પોશાકમાં જોવા મળ્યા.  સુપરસ્ટારની દીકરીના લગ્નમાં જ્યાં એક તરફ પીએમનો લુક સાવ અલગ હતો તો બીજી તરફ પીએમનો વ્યવહાર પણ અલગ  જોવા મળ્યો હતો. જેણે પણ પીએમનું આ વર્તન જોયું તે તેમના ફેન થઈ ગયા. ઉલ્લેખનીય છે કે  પીએમએ પોતાના હાથે વર-કન્યાને માળા આપી હતી. જયમાલા બાદ પીએમએ બંનેને આશીર્વાદ પણ આપ્યા હતા.
 
લગ્નમાં ઘણા સ્ટાર્સે આપી હાજરી
 
ઉલ્લેખનીય છે  કે આજે 17 જાન્યુઆરીએ સુરેશ ગોપીની દીકરી ભાગ્યા સુરેશના લગ્ન બિઝનેસમેન શ્રેયસ મોહન સાથે થયા હતા. આ જોડીના મિલનને મલયાલમ સિનેમાના દિગ્ગજ કલાકારોએ જોયુ. સિતારોથી સજ્જ આ આયોજનને મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીના સૌથી મોટા લગ્નમાંથી એક માનવામાં આવે છે.  સ્ટાર્સ સ્ટડેડ ઈવેન્ટને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. મામૂટી અને મોહનલાલ તેમના પરિવારો સાથે તહેવારોમાં ભાગ લેવા માટે પહેલેથી જ પહોંચી ગયા હતા. હાલ સોશિયલ મીડિયા પર સુરેશ ગોપીની દીકરીના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે.